ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી-અમરેલીને પત્ર પાઠવી જાફરાબાદ પંથકમાં આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની મંજૂર થયેલ લાઇમ સ્ટોન લીઝો અંગે માહિતી માંગી છે.
તેમણે જણાવ્યું કે, રાજુલા/જાફરાબાદ તાલુકા મથકે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતો/ નાગરિકોની જુદા-જુદા વિષય અન્વયે વ્યાપક પ્રમાણમાં રજૂઆત/ફરિયાદ દિન-પ્રતિદિન મળી રહી છે. જેમાં મુખ્યત્વે સ્થાનિક અસરગ્રસ્ત વિસ્તારમાં સરકારના પ્રવર્તમાન કાયદા પ્રમાણે કંપની તેમની સામાજિક જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયેલ છે. જેથી સંલગ્ન ઉચ્ચ ઓથોરીટી સમક્ષ આધાર-પૂરાવા સાથે રજૂ કરવા તમારી કક્ષાએથી સમયમર્યાદામાં લીઝોની વિગતો પૂરી પાડશો.