અમરેલી જિલ્લામાં આગામી ૧૩મી ડિસેમ્બરના રોજ ફરી મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકોને ઘરે ઘરે જઇને સમજાવટ કરી વેક્સિન આપવામાં આવશે. આ પ્રકારની ડ્રાઇવ ગત ૯મી ડિસેમ્બરે યોજાઇ હતી. જેમાં જિલ્લામાં ર૧ હજારથી વધુ લોકોએ વેક્સિનેશન કરાવ્યું હતું. હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ તથા વેક્સિનેશન કામગીરી સાથે જાડાયેલ સ્ટાફ ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. લોકોને શાંતિપૂર્વક રસી લેવા માટે સમજાવવામાં આવે છે. ૧૩મીએ યોજાનાર મેગા વેક્સિનેશન ડ્રાઇવનો લાભ લઇ રસી લેવા લોકોને અનુરોધ કરાયો છે.