એસઓજી ટીમ વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મેકડા ગામની સીમમાં ભુરાભાઈ ભરવાડની વાડી-ખેતરની બાજુમાં હનુમાનજીની દેરી પાસે એક ઇસમ દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઉભો છે. જે બાદ જગ્યાને કોર્ડન કરી સાવરકુંડલાના મેકડા ગામના નસીમભાઈ મોરી (ઉ.વ.૪૨)ને જામગરી બંદૂક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે ઝડપી આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.