અમરેલી જિલ્લામાં ચાર માસ પહેલા તૌકતે વાવાઝોડાએ કહેર મચાવતાં જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં વારંવાર વીજળી ગુલ થતી હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગ્રામીણ વિસ્તારોનો વીજળી પ્રશ્ન હજી હલ થયો નથી. તે હવે છેલ્લા ઘણા દિવસોથી અમરેલી શહેરમાં છાસવારે વીજળી ગાયબ થઇ જતી હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેમાં ખાસ કરીને શહેરની મુખ્ય બજારો તેમજ કેરીયા રોડ પર ગમે ત્યારે વીજળી ગાયબ થઇ જતી હોવાથી વેપારીઓ પણ વીજતંત્ર સામે રોષે ભરાયા છે. તહેવારો બાદ લગ્નગાળાની સિઝન હોવાથી વેપાર – ધંધા માંડ ચાલવા લાગ્યા છે. ત્યાં વીજતંત્રની બેદરકારીના કારણે વીજળી વારંવાર ગુલ થતી હોવાથી આની અસર વેપાર – ધંધા પર જોવા મળી રહી છે.