અમરેલી શહેરમાં ગજેરા સંકુલ રોડ, આનંદનગર, શેરી નં-૫માં એક વ્યક્તિના રહેણાંક મકાનેથી વિદેશી દારૂની ૨૦ બોટલ મળી હતી. રહેણાંક મકાનમાં પાસ પરમીટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ એમએલની ૨૦ બોટલ મળી આવી હતી. પોલીસે ૫૪૪૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.