આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં દુરુપયોગ વધ્યો છે અને સમયાંતરે આવા કિસ્સા સામે આવતાં રહે છે. અમરેલીમાં રહેતી એક યુવતીએ એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા મુકવા મુદ્દે ઠપકો આપતાં મુંઢ માર મારીને બચકું ભર્યું હતું તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે યુવતીએ સુજલભાઈ હુસેનભાઈ ચૌહાણ, હિના હુસેનભાઈ ચૌહાણ, ખુશ્બુ હુસેનભાઈ ચૌહાણ, શહેનાઝબેન હુસેનભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ સુજલભાઈએ યુવતીના ફોટા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામમાં મુક્યા હતા. જેથી તેને ઠપકો આપતા સારું નહોતું લાગ્યું અને યુવતીને ગાલ ઉપર ઝાપટ મારી હતી. જેથી બંને વચ્ચે બોલાચાલી થતા આરોપીઓની બંને બહેનો આવી ગઈ હતી અને જેમફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત તેના દાદીમાને માથામાં લાકડી મારીને મુંઢ ઇજા કરી હતી. જ્યારે ખુશ્બુબેને તેના જમણા હાથે બટકું ભરી માથાના પાછળના ભાગે લાકડીથી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કૌશિકભાઈ જેઠસુરભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.