ગુજરાતના યુવાધનને માદક પદાર્થના રવાડે ચડાવવા માટે કેટલાક ઈસમો દ્વારા મોટી માત્રામાં વિવિધ ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ થઈ રહી છે પરંતુ પોલીસની કામગીરીના કારણે તેમના મનસુબા સફળ થઈ શકયા નથી. અમરેલીમાં બહારપરામાં ધાનાણી શેરીમાં ફારૂકભાઈ વલીભાઈ માંડલીયાના મકાનમાંથી સફેદ કાગળમાં રાખેલો ૧૮.૦૬ ગ્રામ એનડીપીએસ પોઝિટિવ માદક પદાર્થ ઝડપાયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જે.જે.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.