મૂળ અમરેલીના અને હાલ રાજકોટ સ્થાયી થયેલા ડો. રવિ ધાનાણીને વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો હતો. ડો. રવિ ધાનાણીને થેલેસેમિયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ એવોર્ડ એનાયત કરાયો છે. તેઓએ થેલેસેમિયા વિષય પર પીએચ.ડી. કરેલ છે. સૌરાષ્ટ્રમાં તેઓએ ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે થેલેસેમિયા તપાસ કેમ્પનું આયોજન કરેલ છે. ઉપરાંત પપ થી વધુ રક્તદાન કેમ્પ પણ યોજેલ છે. ડો. રવિ વિવિધ માધ્યમો થકી થેલેસેમિયા અંગે, તેમની સારવાર અંગેના અધિકારો અને તેની સારવાર માટેની જાગૃતિ ફેલાવવા માટે સતત અવિરતપણે કાર્યરત રહે છે. ત્યારે તેમને મળેલ એવોર્ડ બદલ અભિનંદન પાઠવાયા હતા.