અમરેલી શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રે સ્ટ્રીટ લાઇટ થતી નથી, તો વળી શહેરના જેશીંગપરા વિસ્તારમાં ધોળા દિવસે ય સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા આશ્ચર્ય સર્જાયું છે. વોર્ડ નં. ૮માં આવતા જેશીંગપરાની શેરીઓમાં ર૪ કલાક સ્ટ્રીટ લાઇટ શરૂ રાખવામાં આવે છે. પાલિકાની બેદરકારીના કારણે લોકોના વેરાની આવકનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. જેશીંગપરા જ નહીં શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ દિવસે સ્ટ્રીટ લાઇટો શરૂ રહે છે. ત્યારે પાલિકા તંત્રએ આ દિશામાં ધ્યાન આપી વીજળીનો અને પૈસાનો વેડફાટ અટકાવવો જાઇએ.