કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસને લઈ અનિરૂદ્ધસિંહ દ્વારા સજા માફી અંગેનો હુકમ કાયમ રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરાઈ છે. જેને લઈ સુપ્રિમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહને કોઈ રાહત આપવામાં આવી નથી. તેમજ હાજર થવા ફરમાન કર્યું છે. હાઈકોર્ટ દ્વારા સજા રદ્દ કરવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે ચાર સપ્તાહમાં સરેન્ડર કરવા માટે હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી યોજાય તેવી શક્્યતાઓ છે. સોરઠીયા પરિવાર તરફથી સજા કાયમ રાખવા માંગ કરાઈ છે. અનિરૂદ્ધસિંહ જાડેજા છેલ્લા ૪ મહિનાથી ફરાર છે. અમિત ખૂંટ નામના પાટીદાર યુવકના આપઘાત કેસમાં ફરાર છે.ગોંડલમાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની ગુજરાત હાઈકોર્ટે સજા માફી રદ કરી હતી અને હુકમ કર્યો હતો કે તેમનો પાસપોર્ટ જમા લઈ લો, જે અનુસંધાને અનિરુદ્ધસિંહે વકીલ મારફતે આજે તેમનો પાસપોર્ટ જમા કરાવ્યો છે, તેમના પર બીજા કેસ અમિત ખૂંટના આપઘાતનો છે જેમાં અનિરુદ્ધસિંહ અને તેમનો પુત્ર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ તેમને શોધવા માટે ફાંફા મારી રહી છે.ગોંડલમાં કોગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની સને ૧૯૮૮ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજા માફી આપવામાં આવી હતી. જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટે ગેરકાયદે જાહેર કરી ચાર સપ્તાહમાં અનિરૂધ્ધસિંહને જેલ સતાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો પાસ્ટપોર્ટ પણ સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો.અનિરુદ્ધસિંહ રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે, આ કેસમાં તેમની સાથે તેમનો પુત્ર પણ આરોપી છે. જે બનાવમાં તેઓ ચાર માસથી વધુ સમયથી ફરાર છે.અને પોલીસે આ કેસમાં પિતા-પુત્રને પકડવા જીલ્લા પોલીસે ટીમો બનાવી હતી અને યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન સહીતના રાજ્યમાં પહોંચી હતી. પરંતુ આરોપીને પકડવામાં સફળતા મળી નથી.








































