ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત તાલાલા ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર-૧૧ ચેસ સ્પર્ધામાં ઉનાના હેત ગૌતમકુમાર ઝાલેરાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફિડે રેટેડ ખેલાડી હેતે પોતાની બુદ્ધિ અને એકાગ્રતાથી વિજય મેળવ્યો હતો. આ સિદ્ધિ બદલ તેને જિલ્લા વિજેતા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. હેતના માતા-પિતા બંને તલાટી તરીકે સરકારી ફરજ બજાવે છે. તેઓ વ્યસ્તતા છતાં પુત્રને ચેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. હેતની સફળતાથી પરિવારજનો, શિક્ષકો અને મિત્રોમાં ખુશી જોવા મળી રહી છે. તેની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.





































