અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળોએથી ૧૦ ઈસમોને કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં ઝડપી લીધા હતા.પોલીસ તપાસ દરમિયાન સાવરકુંડલામાંથી ત્રણ, જ્યારે જાફરાબાદ, કથીવદરપરા, ચક્રવાપરા, અમરેલી, કલોરાણા, રાજુલા અને વાવેરામાંથી એક-એક મળી કુલ ૧૦ ઈસમો નશાની હાલતમાં રખડતા-ભટકતા મળી આવ્યા હતા. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.