રાજુલા ખાતે રાજુલા એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ તથા કોમર્સ કોલેજ અને વિમળાબેન મહેતા કન્યા છાત્રાલય દ્વારા ટ્રેડિશનલ ગરબા સ્પર્ધા ૨૦૨૬ યોજાઈ હતી.
કાર્યક્રમમાં કેમ્પ મેનેજર રવિભાઈ વ્યાસ, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા અને નિવૃત્ત આચાર્યા દીનાબેન જાદવ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની આરતી બાદ વિદ્યાર્થીનીઓએ પરંપરાગત વેશભૂષામાં ગરબા રજૂ કર્યા હતા. વિવિધ વિભાગોમાં વિજેતાઓ જાહેર કરાયા હતા. પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવલે તમામને અભિનંદન પાઠવ્યા હતા. એન.એસ.એસ. સ્વયંસેવકોએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી.







































