અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટના અંગે આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એÂન્ટ-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ અને રાજસ્થાન પોલીસે રાજસ્થાનના કોટા રેલ્વે સ્ટેશન પર ત્રણ લોકોની ધરપકડ કરી છે. આરોપીઓને ૧૨૯૩૯ પુણે-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં પકડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. કોટા પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય આરોપીઓ નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રેહાન મુખ્ય આરોપી હતો, જેણે પાછળથી અન્ય બેનો સંપર્ક કર્યો હતો. તેઓ અનિલ પંડિતના સંપર્કમાં હતા, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલ છે.
આ ત્રણેય આરોપીઓ ટાઇગર શ્રોફના ગોળીબાર પછીથી ફરાર હતા. એવું પણ જાણવા મળ્યું છે કે ફરાર આરોપીઓમાંથી એક બિહારનો છે, જ્યારે અન્ય બે હરિયાણાના છે. આરોપીઓને કોટા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેમને ટ્રાÂન્ઝટ રિમાન્ડ પર લેશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ કોટા પહોંચી ગઈ છે.રિતિક કુમાર ઉર્ફે રોશન, રામુ મહતોનો પુત્ર, જાતિ કુર્મી, ઉંમર ૨૨ વર્ષ, બિહારના બેગુસરાય જિલ્લાના પિપરાઈ ગામનો રહેવાસી; (હાલનું સરનામુંઃ ઉર્દૂ સ્કૂલ, અંધેરી વેસ્ટ, મુંબઈ; રેપિડો ડ્રાઈવર)
રેહાન, રિશુદ્દીન અંસારીનો પુત્ર, મુસ્લિમ, ઉંમર ૧૮ વર્ષ, ઇદગાહ કોલોની, પી.એસ. સદર, જિલ્લોઃ સોનીપત, હરિયાણાનો રહેવાસી સગીર, બરોડા થુથનનો રહેવાસી, જિલ્લોઃ સોનીપત, હરિયાણા રવિવારે સાંજે, અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં ત્રણ અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો. તે તેની કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તેના પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરવામાં આવ્યો. જાકે ટાઇગર શ્રોફ હુમલામાં બચી ગયો, પરંતુ તેના ડ્રાઇવર સહિત બે લોકો ઘાયલ થયા. મુંબઈ પોલીસે જણાવ્યું કે ટાઇગર શ્રોફ સુરક્ષિત છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, ટાઇગર શ્રોફની કાર પર સાત રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઘટના પછીથી ફરાર આરોપીઓને હવે કોટા રેલ્વે સ્ટેશન પર પકડી લેવામાં આવ્યા છે.
ઘટનાના થોડા સમય પછી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી. આ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર અનિલ પંડિત અને હરમન સંધુએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હોવાનું કહેવાય છે. અગાઉ, અનિલ પંડિતનું નામ અનેક ગોળીબાર અને હુમલાઓમાં સામે આવ્યું છે. તે દિલ્હીમાં ગુરુ રંધાવા સાથે સંકળાયેલા એક જીમમાં ગોળીબારમાં પણ દેખાયો હોવાનો આરોપ છે. આ ઘટનામાં ટાઇગર શ્રોફનો ડ્રાઇવર અને એક રિક્ષા ચાલક પણ ઘાયલ થયા હતા. ગોળીબારનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપીઓ ટાઇગર શ્રોફની કાર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરતા દેખાય છે. જાકે, ઘટના બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.












































