અમરેલી ખાતે કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ અને FWWB સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથ જિલ્લાના FPO માટે વિશેષ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૮૦થી વધુ ખેડૂતો, સીઈઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીક્ષિતભાઈએ FPOને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું, જ્યારે ઉપસ્થિત તજજ્ઞોએ
પ્રાકૃતિક ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી તેને ‘બ્રાન્ડ’ બનાવવા પર ભાર મૂક્યો હતો. સુપ્રજા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ ગ્રામીણ મહિલાઓની માર્કેટિંગ કુશળતાની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ કોલેજના સંશોધન ફાર્મ, દેશી બિયારણોના સ્ટોલ, મિશ્રપાક પદ્ધતિઓ અને બાયો ઈનપુટ લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કુલપતિ ડો. સી. કે. ટીંબાડિયાના નેતૃત્વ હેઠળ ચાલતા સંશોધન કાર્યોને સૌએ બિરદાવ્યા હતા.







































