લાઠી પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂ. ૪૬,૦૦૦ની ગુમ થયેલી મિલકત શોધી કાઢવામાં આવી હતી. જેમાં એક મોટરસાયકલ અને બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આ તમામ મિલકત તેના મુળ માલિકોને પરત સોંપી હતી. આ કામગીરીથી મિલકત ગુમાવનાર લોકોને રાહત મળી હતી અને પોલીસ દ્વારા કાર્યક્રમને સાર્થક કરવામાં આવ્યો હતો.










































