અમરેલી જિલ્લામાં નવરાત્રિના આયોજનને લઈ જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે. જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને શી ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યુ હતું કે, અમરેલી જિલ્લામાં અર્વાચિન રાસ-ગરબાના મેદાનની સ્થાનિક પોલીસ અધિકારીઓેએ મુલાકાત લઈ આયોજકો સાથે ચર્ચા-વિચારણા કરી સીસીટીવી, પાર્કિગ સહિતની વ્યવસ્થા માટે માહિતી મેળવી હતી તેમજ જિલ્લાની દિકરીઓે રાસ-ગરબામાં અસુરક્ષિત મહેસુસ ન કરે તે માટે ર૦ પોલીસ સ્ટેશનમાં ર૦ શી ટીમની રચના કરવામાં આવશે. શી ટીમ સાદા કપડામાં અથવા તો ટ્રેડશિનલ ડ્રેસ પહેરી અસામાજિક તત્વો પર નજર રાખશે અને જા કોઈ લુખ્ખાઓ દિકરીઓને હેરાન કરતા હશે તો તેની સાથે કડક હાથે કામ લઈ ગુનો નોંધી અને કાયદાનું ભાન કરાવશે તેમ અંતમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ.









































