સાવરકુંડલા શહેરના નાના બસ સ્ટેશન વિસ્તારમાં હાલ રસ્તાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને અત્યંત હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કરીને જેસર, મહુવા અને રાજુલા તરફ જતા મુસાફરો આ સ્થળે બસની પ્રતીક્ષા કરે છે, પરંતુ ત્યાં બેસવા માટેની વ્યવસ્થા, પીવાનું પાણી કે છાંયડાનો અભાવ જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં વૃધ્ધો, મહિલાઓ અને બાળકોની હાલત દયનીય બની રહી છે. સામાજિક કાર્યકર મનજીભાઈ તળાવીયાએ તંત્રને રજૂઆત કરી છે કે જ્યાં સુધી કામગીરી ચાલુ રહે ત્યાં સુધી મુસાફરો માટે તાત્કાલિક અસ્થાયી શેડ અને પીવાના પાણીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.