અમરેલી જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અશ્વિનભાઈ બી. કુંજડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીનું વળતર આપવા માગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૧૯/૦૩/૨૦૨૬ ના રોજ પડેલ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડુતોના ખેતરમાં ઉભા પાક જેવાકે ઘઉં, ચણા, તલ, તુવેર,જીરૂ,ધાણા વિગેરે પાકોનો સંપુર્ણ નાશ થયેલ છે.
જેથી જગતના તાત એવા ખેડુતોને ભારે નુકશાની થયેલ છે. ધારી વિસ્તાર ઉપરાંત સમગ્ર અમરેલી જીલ્લાના બગાયતી પાકો જેવાકે આંબા, સીતાફળ, જામફળ વિગેરે ને પણ ભારે નુકશાની થયેલ છે. જેથી આ અંગે તાત્કાલીક સર્વે કરાવી ખેડુતોને યોગ્ય વળતર ચુકવવા માગણી છે. આ અંગેની રજૂઆત જીતુભાઇ વાઘાણી,
કૃષિ મંત્રી, કૌશિકભાઇ વેકરીયા ઊર્જા મંત્રી, ભરતભાઇ સુતરીયા સાંસદ-અમરેલીને પણ કરી છે.










































