અમદાવાદના ગોતા વિસ્તારમાં એક નકલી બ્રાન્ડેડ ઘડિયાળ વેચવાનો રેકેટનો પોલીસે પર્દાફાશમાં કર્યો છે. ન્ઝ્રમ્ ઝોન-૧ની ટીમે વંદે માતરમ રોયલ રેસિડેન્સીના સ્ટોર પર દરોડો પાડ્યો હતો જ્યાં જાણીતી બ્રાન્ડના નામે નકલી ઘડિયાળ વેચવાની હેરાફેરી સામે આવી. રેડ દરમિયાન ૧૩૨ નકલી ડુપ્લીકેટ બ્રાન્ડેડ ઘડિયાળ જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત અંદાજે રૂ. ૨.૭૯ લાખનું હતું.
જપ્ત થયેલી નકલી ઘડિયાળમાં કેસિયો , બલ્ગારી અને ઓડેમાર પિગેટ જેવી જાણીતી બ્રાન્ડની નકલી ઘડિયાળ સામેલ છે. પોલીસને આશંકા છે કે આ ઘડિયાળના વેપારનું મોટું નેટવર્ક હોઈ શકે છે અને તે ક્યાંથી લાવવામાં આવતી અને ક્યાં વેચાતી હતી તેની તપાસ ચાલુ છે.
આ કેસમાં ૨૬ વર્ષીય મૌલિક અશ્વીનભાઈ પારેખને પોલીસે ઝડપી પાડ્યો છે. સ્ટોરમાંથી જપ્ત કરવામાં આવેલ ઘડિયાળની સાચવણી અને આગળની તપાસ માટે લેબોરેટરીને સોંપવામાં આવી છે. લવાણ, સપ્લાય ચેઇન અને નકલી પ્રોડક્ટ્સના સ્ત્રોત વિશેની તપાસ હાથ ધરવામાં આવી છે જેથી નકલી બ્રાન્ડેડ માલ વેચવાના સમગ્ર રેકેટને પર્દાફાશ કરી શકાય. પોલીસ લોકોને ચેતવણી આપી છે કે અજાણ્યા વ્યકિત કે સ્ટોર પરથી બ્રાન્ડેડ પ્રોડક્ટ ખરીદતા પહેલા સાવધાન રહેવું.







































