લાઠીના અડતાળા ગામની એક પરિણીતા તેની પુત્રી સાથે ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે હમીરભાઇ જાહાભાઇ રાતડીયા (ઉ.વ.૩૦) એ જાહેર કર્યા મુજબ, તેની પત્નિ લીલાબેન ઉર્ફે ટીનુબેન (ઉ.વ.૨૮) બાબરા બસ સ્ટેશન પાસેથી પોતાની એક વર્ષની દીકરીને સાથે લઇને કોઇને કાંઇ કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. તપાસ કરવા છતાં આજદિન સુધી મળી નથી.






































