ગુજરાત વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રિય માંગણીઓ પર ચર્ચા દરમિયાન કુપોષણ અને આંગણવાડી વ્યવસ્થાને લઈને ગરમાગરમ ચર્ચા જાવા મળી હતી. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે વિભાગની કામગીરી અને સરકારની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો.
ચર્ચા દરમિયાન મંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં આંગણવાડીઓમાં ચોપડા ઉધઈ ખાતા હતા અને રાશન ક્યાં જતું તેની કોઈ પારદર્શિતા નહોતી. આજે વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં આંગણવાડીઓ ડિજિટલ બની છે. આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને ‘પોષણ ટ્રેકર’ એપ છે, જેના માધ્યમથી બાળકોને મળતી સુવિધાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે.
મંત્રીએ જણાવ્યું કે, રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં આશરે ૪૮ લાખ લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજી આધારિત સિસ્ટમ અમલમાં છે. આંગણવાડીઓમાં છૈં આધારિત એટેન્ડન્સ સિસ્ટમ અને ઈમેજ પ્રોસેસિંગ માટે રૂ. ૫ કરોડની જાગવાઈ કરવામાં આવી છે. ટેક હોમ રાશન વિતરણમાં ઊઇ કોડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પારદર્શિતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કુપોષણના મુદ્દે મંત્રીએ જણાવ્યું કે એનએફએચએસ-૫ (૨૦૧૯-૨૦)ના આંકડાઓની સરખામણીએ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં રાજ્યમાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે. અગાઉ ઓછા વજન ધરાવતા નાગરિકોનું પ્રમાણ ૩૯.૭ ટકા હતું, જે હવે ઘટીને ૧૧.૪ ટકા પર આવી ગયું છે. એટલે કે કુલ ૨૮.૩૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં આંગણવાડીઓને હવે ‘સ્માર્ટ લ‹નગ સેન્ટર’ તરીકે વિકસાવવામાં આવી રહી છે. જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ નવી આંગણવાડી કેન્દ્રો શરૂ કરાયા છે અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવા આંગણવાડી ભવનો માટે રૂ. ૩૬૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. સ્માર્ટ ટીવી અને આધુનિક શૈક્ષણિક સાધનો દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ચર્ચા દરમિયાન મંત્રી મનીષા વકીલેએ રાજકીય ટિપ્પણી કરતા કહ્યું હતું કે “આજે ગૃહમાં અમે સુપોષિત છીએ અને કોંગ્રેસ કુપોષિત થઈ ગઈ છે.” તેમણે કોંગ્રેસને ૨૦૧૯ના જૂના આંકડાઓ બતાવી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવાની પણ ટકોર કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર ‘પોષણ ટ્રેકર’ આધારિત સમગ્ર સિસ્ટમ દ્વારા કુપોષણ પર સતત મોનિટરિંગ કરી રહી છે.
આ દરમિયાન કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારએ પોઇન્ટ ઓફ ઓર્ડર લઈને સરકારને સવાલ કર્યો હતો કે દેશના ટોપ ૧૦ કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. રાજ્યના બાળકોનું પોષણ સુનિશ્ચિત કરવું સરકારની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ચર્ચા બાદ વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રિય માંગણીઓ પસાર કરવામાં આવી હતી. મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘સુપોષિત ગુજરાત’ના સંકલ્પ સાથે સરકાર બાળકોના સ્વાસ્થ્ય, દીકરીઓના શિક્ષણ અને મહિલા સશકિતકરણ માટે સતત પ્રયત્નશીલ છે.








































