ગુજરાતી સિનેમાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર જાનકી બોડીવાલા અત્યારે સફળતાના શિખરે છે. ફિલ્મ ‘વશ’ માટે નેશનલ એવોર્ડ જીતનાર જાનકીએ અજય દેવગન સાથે ‘શૈતાન’ ફિલ્મમાં પોતાની શાનદાર એકટીગ સાબિત કરી છે. હવે તે રાની મુખર્જી સાથે ‘મર્દાની ૩’માં એક પાવરફુલ રોલમાં જાવા મળશે. આ દરમિયાન તેણે પોતાના કામ સાથે જાડાયેલો એક કિસ્સો શેર કર્યો છે, જે સાંભળીને બધા નવાઈ પામી રહ્યા છે.
જાનકીએ એક ન્યૂઝ વેબસાઈટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, એક્ટ્રેસ બનવું એ ક્્યારેય તેના જીવનનો પ્લાન નહોતો. તે ડેન્ટસ્ટ બનવા માટેનો અભ્યાસ કરી રહી હતી. જાનકી કહે છે કે, “મારા પપ્પાને ફિલ્મોનો ખૂબ ક્રેઝ છે. ઘરે એક નાનું થિયેટર છે જ્યાં નાનપણથી ફિલ્મો જાઈ છે. જ્યારે હું ડેન્ટસ્ટ્રીના પહેલા વર્ષમાં હતી, ત્યારે પપ્પાએ એક મિત્રની ફિલ્મ માટે ઓડિશન આપવા કહ્યું. સાચું કહું તો મારું ઓડિશન ઘણું સામાન્ય હતું, પરંતુ ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને મારામાં કંઈક ખાસ દેખાયું. તેમણે મને ટ્રેનિંગ આપી અને મારી પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ સુપરહિટ રહી. બસ, ત્યારથી ડોક્ટરી પાછળ છૂટી ગઈ અને એÂક્ટંગની સફર શરૂ થઈ.”
એક જ પાત્રને ફરીથી ભજવવું, અને તે પણ ‘શૈતાન’ જેવી ગંભીર અને ડાર્ક ફિલ્મમાં, જાનકી માટે ખૂબ જ થકવી દેનારું હતું. તેણે જણાવ્યું કે, “શૂટિંગ દરમિયાન મને અહેસાસ ન થયો, પણ મને યાદ છે કે જ્યારે શૂટિંગ દરમિયાન ૧૦-૧૫ દિવસનો બ્રેક મળ્યો ત્યારે હું થોડી નારાજ હતી કે બધું સારું ચાલી રહ્યું છે અને મારી લિંક તૂટી જશે. પરંતુ બીજા-ત્રીજા દિવસે મને શરીરમાં ભારે થાક અનુભવાયો, તે રોલે મારા શરીરને આખું નિચોવી નાખ્યું હતું. દરરોજ મને ક્્યાંક નેક્યાંકઈજા થતી હતી, જે જાઈને મારી મમ્મી ડરી જતી કે તું આ શું કરી રહી છે?”
હું સંપૂર્ણપણે થાકી ગઈ હતી, અને ફક્ત પ્રી-ક્લાઈમેક્સ શૂટ થયું હતું, ક્લાઈમેક્સ હજુ આવવાનો બાકી હતો. પછી મને સમજાયું કે તે બ્રેક કેટલો જરૂરી હતો. નહિંતર, મને નથી લાગતું કે હું ક્લાઈમેક્સમાં એટલી જ તીવ્રતાથી અભિનય કરી શકી હોત. તે ભૂમિકાએ મારા શરીરને સંપૂર્ણપણે થાકી દીધું હતું. પછી, દરરોજ, હું ક્યાંકને ક્યાંક  ઘાયલ થઈ જતી, જેનાથી મારી માતા ડરી જતા, વિચારતા હતા કે તે શું કરી રહી છે.
જાનકી માટે સૌથી યાદગાર ક્ષણ ‘મર્દાની ૩’ ના સેટ પર આવી. જ્યારે નેશનલ એવોર્ડ્‌સની જાહેરાત થઈ ત્યારે જાનકી અને રાની મુખર્જી બંને એક જ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. જાનકીએ જણાવ્યું, “આ એક અદ્ભુત સંયોગ હતો કે અમને બંનેને એક જ વર્ષે નેશનલ એવોર્ડ મળ્યો. અમે સેટ પર નાનું સેલિબ્રેશન કર્યું હતું. રાની મેમે પાછળથી મારી ફિલ્મ ‘વશ’ જાઈ અને તેમને તે ખૂબ ગમી.”
રાની મુખર્જી સાથે કામ કરવાના અનુભવ પર જાનકીએ કહ્યું કે, “રાની મેમ અસલ જીવનમાં પણ એટલા જ મજબૂત અને ઉત્સાહી છે જેટલા તેઓ ફિલ્મોમાં દેખાય છે. તેમની સાથે સ્ક્રીન શેર કરવી એ મારા માટે પ્રેરણારૂપ છે. જેમને નાનપણથી પડદા પર જાયા હતા, તેમની સાથે કામ કરવું એ સ્વપ્ન સાકાર થવા જેવું છે.”