ઇરાન-ઈઝરાયેલ યુદ્ધની સ્થિતિ  વચ્ચે હવે એક મોટી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જાવા મળી રહ્યો છે. વાસ્તવમાં બજારમાં વધતી માંગ અને વૈશ્વિક  પરિસ્થિતિ ના કારણે તેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં જ ખાદ્યતેલના ભાવમાં ૩૦ થી ૧૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે.
હાલમાં બજારમાં સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. થોડા દિવસ પહેલા જે ભાવ લગભગ ૨૮૭૫ રૂપિયા આસપાસ હતા તે હવે વધીને લગભગ ૨૯૨૫ રૂપિયા સુધી પહોંચી ગયા છે. આ કારણે સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર પણ અસર પડી રહી છે.
કપાસિયા તેલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થોડા દિવસ પહેલા આ તેલનો ભાવ ૨૩૫૦ રૂપિયા આસપાસ હતો, પરંતુ હવે તે વધીને લગભગ ૨૪૦૦ રૂપિયા સુધી પહોંચ્યો છે. બજારમાં આ વધારો વેપારીઓ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
પામોલિન તેલના ભાવમાં પણ વધારો જાવા મળ્યો છે. હાલ બજારમાં તેનો ભાવ લગભગ ૨૧૯૦ થી ૨૨૦૦ રૂપિયા વચ્ચે જાવા મળી રહ્યો છે. સતત વધતા ભાવને કારણે ગ્રાહકો ચિંતિત બન્યા છે.
વેપારીઓના કહેવા મુજબ વૈશ્વીક  બજારમાં ઉભી થયેલી અસ્થિરતા અને આંતરરાષ્ટ્રીય  રાજકીય તણાવનો પણ ખાદ્યતેલના ભાવ પર અસર થઈ રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે આયાત અને સપ્લાય પર અસર પડી શકે છે. વેપારીઓનું માનવું છે કે જા આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આવતા દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો પણ જાવા મળી શકે છે.