ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર હવે ભારતમાં દેખાઈ રહી છે. આજથી હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને ગેસનો બોટલ નહિ પડે. જયપુરથી બેંગલુરુ સુધીના હોટલ ઉદ્યોગ પર સંકટ આવી પડ્યું છે. ઇન્ડિયન  ઓઈલ કોર્પોરેશને એજન્સીઓને મેઈલ કરીને જાણકારી આપી છે કે, ગેસનો બોટલ હાલ નહિ મળે. ત્યારે આ વચ્ચે રાજ્યમાં ગેસના પુરવઠા અંગે ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આવ્યું છે.
ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલે ગેસના પુરવઠા અંગે કહ્યું કે, ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. રાજ્ય સરકારની પ્રયોરીટી ઘરોમાં ગેસની બોટલ પહોંચે તેમ છે. ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં ૫૦ ટકા કાપ મૂકવામાં આવ્યો છે. ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં ૪૦ ટકાનો કાપ મૂક્્યો છે. ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે. કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ નથી મુક્્યો.
યુદ્ધની અસરને પગલે એલપીજી પુરવઠો આખા દેશમાં ખોરવાયો છે. ત્યારે રિફાઈનરીઓને એલજીપીઉત્પાદન વધારવાનો આદેશ કરાયો છે. એલપીજી સપ્લાય હવે ટોચની પ્રાથમિકતા પર રહેશે. ઘરેલું એલપીજી વિતરણ પર વિશેષ ધ્યાન આપવું પડશે. આ સાથે જ ઘરેલું એલપીજી સિલિન્ડરના બુકિંગ નિયમોમાં ફેરફાર કરાયો છે. બે ગેસ સિલિન્ડર વચ્ચે ૨૫ દિવસનું અંતર ફરજિયાત કરાવ્યુ છે. બીજા સિલિન્ડર ૨૫ દિવસ પછી જ બુક કરી શકાશે. હોસ્પિટલ -સ્કૂલોને એલપીજીના પુરવઠામાં પ્રાથમિકતામાં મળશે. હોટલ-ઉદ્યોગોના ગેસ સપ્લાય માટે હાઈ-લેવલ સમિતિ કાર્યરત રહેશે.
બેંગલુરુ હોટલ એસોસિએશને કોમર્શિયલ ગેસના પુરવઠામાં સર્જાયેલા સંકટને કારણે આવતીકાલથી હોટલો બંધ રાખવાની જાહેરાત કરી છે. શહેરના ફૂડ ઈન્ડસ્ટ્રીના આ મોટા નિર્ણયથી રોજબરોજ અવરજવર કરતા હજારો મુસાફરોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેલ કંપનીઓએ ૭૦ દિવસ સુધી સતત ગેસ સપ્લાયની ગેરંટી આપી હોવા છતાં અચાનક પુરવઠો રોકી દેતા વિવાદ વકર્યો. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ માલિકો પાસે વ્યવસાય બંધ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.
તો બીજી તરફ, હોટલ એસોસિએશને અખબારી યાદી બહાર પાડી તેલ કંપનીઓના વાયદા અને વર્તમાન સ્થિતિ  વચ્ચેના વિરોધાભાસ પર રોષ વ્યક્ત કર્યો છે. ગેસના ભાવ વધારા બાદ હવે પુરવઠાના અભાવે આખા શહેરમાં હોટલ ઉદ્યોગ ઠપ્પ થવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક લેવાયેલા આ નિર્ણયને કારણે બેંગલુરુના ખાણી-પીણી બજાર અને અર્થતંત્ર પર માઠી અસર પડવાની શક્યતા  છે.
ઓઈલ કંપનીઓએ અનિવાર્ય કારણોસર નોન-ડોમેસ્ટીક  એલપીજીનો સપ્લાય સ્થગિત કરાયો. કોમર્શિયલ ગેસ (બલ્ક અને પેક્ડ)નો પુરવઠો આવતીકાલથી આગામી સૂચના સુધી બંધ રહેશે. તમામ ગેસ વિતરકોને હાલ માત્ર ડોમેસ્ટીક  (ઘરેલું) ગેસ માટે જ ઓર્ડર નોંધાવવા સૂચના અપાઈ. અચાનક ઉભા થયેલા આ સપ્લાય સંકટને વહેલી તકે ઉકેલવા માટે કંપનીની ટીમો કાર્યરત છે. સ્થિતિ  સામાન્ય થતાની સાથે જ કોમર્શિયલ ગેસનો સપ્લાય ફરી શરૂ કરવાની ખાતરી અપાઈ.
સાણંદ જીઆઇડીસીમાં ગેસ સપ્લાય મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.એસઆઇએ અને ગુજરાત ગેસ અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ, જેમાં વૈશ્વિક  પરિસ્થિતિ થી નેચરલ ગેસ સપ્લાયમાં ઘટાડો નોંધાયો. ઉદ્યોગકારોએ ગેસ અછત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. સાણંદની યુનિટ્‌સ ઓટોમોબાઈલ સપ્લાય ચેઇન સાથે જાડાયેલી છે. ગેસ વિક્ષેપથી ઉત્પાદન ઉપર ગંભીર અસરની આશંકા છે. જા સપ્લાય અટકશે તો યુનિટ્‌સ બંધ થવાની શક્્યતા છે. સમગ્ર ઓટોમોબાઈલ સપ્લાય ચેઇન ઉપર અસરની ચેતવણી બેઠકમાં વ્યક્ત કરાઈ. સાણંદ ય્ૈંડ્ઢઝ્રમાં હજારો મજૂરોના રોજગારનો પ્રશ્ન છે. આ કારણે માઈગ્રન્ટ વર્કર્સ ઉપર પણ અસર થવાની શક્્યતા છે. જીંછ પ્રમુખ અજિત શાહે મહત્વના સૂચનો રજૂ કર્યા. જેમાં ઉદ્યોગોને પ્રાયોરિટી કેટેગરીમાં ગેસ વહેંચવાની ભલામણ કરવામાં આવી. મહત્વપૂર્ણ સપ્લાય ચેઇન ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાની માંગ કરી, તેમજ ગેસ સપ્લાય સંચાલન વધુ અસરકારક બનાવવા સૂચન કરાયું. શક્્ય તેટલો ગેસ સપ્લાય ચાલુ રાખવાની અધિકારીઓની ખાતરી કરાઈ છે. ઉદ્યોગોને ગેસનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની સલાહ અપાઈ. ઉદ્યોગો ચાલુ રહે તે માટે સહકારથી આગળ વધવાની સહમતી સધાઈ.