ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાનીને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત લીગ, ધ હંડ્રેડમાં એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને આગામી સીઝન માટે સધર્ન બ્રેવ મેન્સ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્ટાર બેટ્‌સમેન ઇયાન બેલ સહાયક કોચ તરીકે સેવા આપશે.
રસપ્રદ વાત એ છે કે, આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે દિલ્હી કેપિટલ્સે પણ તાજેતરમાં ઇયાન બેલને હેમાંગ બદાનીના ડેપ્યુટી તરીકે નિયુક્ત કર્યા છે. એ નોંધવું જાઈએ કે દિલ્હી કેપિટલ્સના માલિક ય્સ્ઇ ગ્રુપે ગયા વર્ષે જુલાઈમાં સધર્ન બ્રેવ્સમાં ૪૯% હિસ્સો ખરીદ્યો હતો. બદાનીએ ગયા સિઝનમાં દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી. તેમના કોચિંગ હેઠળ, ટીમે ટુર્નામેન્ટની સારી શરૂઆત કરી હતી, જાકે તેઓ આખરે પ્લેઓફ સ્થાન ગુમાવી દીધા હતા.
હેમાંગ બદાણી પાસે ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં વ્યાપક કોચિંગ અનુભવ છે. તેઓ અન્ય ય્સ્ઇ ગ્રુપ ટીમો સાથે પણ સંકળાયેલા છે. તેમણે સિએટલ ઓર્કાસ અને દુબઈ કેપિટલ્સ માટે કોચિંગ સ્ટાફના ભાગ રૂપે સેવા આપી છે. તેઓ ટીમ ઇન્ડિયા માટે પણ રમી ચુક્યા  છે. તેમણે ૨૦૦૦ થી ૨૦૦૪ વચ્ચે ટીમ ઇન્ડિયા  માટે ચાર ટેસ્ટ અને ૪૦ વનડે રમ્યા હતા, જેમાં ૯૫૦ થી વધુ રન બનાવ્યા હતા.
બીજી બાજુ, ઈયાન બેલને ઈંગ્લેન્ડની સ્થાનિક પરિસ્થિતિઓમાં વ્યાપક અનુભવ છે. તેમણે અગાઉ ઈંગ્લેન્ડ અંડર-૧૯ ટીમ અને ઈંગ્લેન્ડ લાયન્સ સાથે કામ કર્યું છે. તેમણે ૨૦૨૪ માં શ્રીલંકાના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમના બેટિંગ કોચ તરીકે પણ સેવા આપી હતી. ૨૦૨૩ નાડ્ઢૈં વર્લ્ડ કપ પહેલા તેઓ ન્યૂઝીલેન્ડના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થોડા સમય માટે કોચિંગ સ્ટાફનો ભાગ પણ રહ્યા હતા. બેલને ધ હંડ્રેડમાં પણ અનુભવ છે, તેઓ અગાઉ બ‹મગહામ ફોનિક્સના સહાયક કોચ તરીકે સેવા આપી ચૂક્્યા છે.
સધર્ન બ્રેવે ૨૦૨૧ માં ધ હંડ્રેડની શરૂઆતની સીઝનમાં પુરુષોનો ખિતાબ જીત્યો હતો, જ્યારે તેઓ ૨૦૨૪ માં બીજા ક્રમે રહ્યા હતા. જાકે, ટીમનું ગત સીઝનમાં પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, તેની અડધી મેચ હારી ગઈ હતી અને નોકઆઉટ માટે ક્વોલિફાય થઈ શક્યું  ન હતું. હવે, બદાની અને બેલની જાડી ટીમને ફરીથી ચેમ્પિયન  બનાવવાના પડકારનો સામનો કરશે.