ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે રામુબેન કાનજીભાઈ સિધ્ધપુરા અને સ્વ કાનજીભાઈની સ્મૃતિમાં શરદ કુમાર સિદ્ધપુરાના સહયોગથી ૧૨૬મો નેત્ર યજ્ઞ યોજાયો હતો. આ તકે અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ ભીખાભાઈ કથરીયા હસ્તે તેનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, તાલુકા પંચાયત અમરેલીના ચેરમેન જે.બી. દેસાઈ, વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહજી સરવૈયા, રંજનબેન ડાભી, વિશ્વ હિન્દુ પરિષદના મનુભાઈ અસલાલીયા, મોતીભાઇ કાનાણી વગેરે ઉપસ્થિત રહેલ. આ કેમ્પમાં ૧૨૬ દર્દીઓની તપાસ કરેલ અને તેમાંથી ૫૮ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતા.








































