સાવરકુંડલાની પરિણીતાને હાલ રાજકોટમાં રહેતા અને મૂળ ચીતલના સાસરિયાએ પહેરેલા કપડાંએ ઘરેથી કાઢી મુકી હતી. પાયલબેન કિશોરભાઇ મકવાણા (ઉ.વ.૨૮)એ પતિ ધ્રુવેશભાઈ પ્રવિણભાઈ પરમાર, જ્યોતિબેન પ્રવિણભા પરમાર, પ્રવિણભા સુરસીંગભાઈ પરમાર, શુભમભાઈ પ્રવિણભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમને ઘરકામ બાબતે તથા કરીયાવર બાબતે અવાર-નવાર મેણાટોણા મારી માનસિક દુઃખત્રાસ આપી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત તેમની સાથે ઝગડો કરી ઢીકા-પાટુનો માર મારી ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દહેજની રકમની માંગણી કરી ઘરેથી પહેરેલ કપડે કાઢી મુકી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઇ જીવરાજભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.