પીજીવીસીએલની મેગા ડિસ્કનેકશન ડ્રાઇવને જબરદસ્ત સફળતા મળી છે. આખા સૌરાષ્ટ્રમાં આદરવામાં આવેલી આ ડિસ્કનેકશન ડ્રાઇવમાં એક જ દિવસમાં અંદાજે ૮૭ કરોડ રૂપિયાની જંગી વસૂલાત થઈ હતી. પીજીવીસીએલની આ ડ્રાઇવમાં એક જ દિવસમાં તો ૨૦.૧૪ કરોડ રૂપિયાના જંગી વીજબિલ ભરાયા હતા. આ ઉપરાંત ૩૦,૭૬૭ જેટલા વીજ જાડાણ કાપવામાં આવ્યા હતા.
તેમા પણ રાજકોટ સર્કલમાં પીજીવીસીએલે મોટો સપાટો બોલાવતા ૯.૩૦ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. કદાચ રાજકોટમાં પીજીવીસીએલ દ્વારા આ એક જ દિવસમાં થયેલી સૌથી વધુ વસૂલાત હશે. પીજીવીસીએલની ડ્રાઇવના કારણે વીજ જાડાણ કપાવવાના ડરે ગ્રાહકો વીજ બિલ ભરવા દોડ્યા હતા. આ ઉપરાંત રીકનેકશન ચાર્જ પેટે પણ પીજીવીસીએલને રૂ. ૨૯.૭૪ લાખની વધારાની આવક થઈ હતી.
પીજીવીસીએલ સમક્ષ ૧૮,૯૫૦ ગ્રાહકોએ રીકનેકશન માટે અરજી કરાવી હતી. વીજબિલના બાકી લેણદારો સામે પીજીવીસીએલે આકરી કાર્યવાહી કરી હતી. તેના કારણે હજારો વીજ જાડાણ કપાયા હતા. પીજીવીસીએલની આ મેગા ડ્રાઇવના કારણે વીજ લેણા બાકી હોય તેવા અનેક લોકોમાં ફફડાટની લાગણી જાવા મળી છે.
સૌરાષ્ટ્રમાં જિલ્લાવાર કાર્યવાહી જાઈએ તો જામનગરમાં સૌથી વધુ પાંચ હજાર, મોરબીમાં ત્રણ હજાર અને જૂનાગઢ જિલ્લામાં બે હજાર વીજ જાડાણ કપાયા હતા. આ ઉપરાંત કચ્છમાં પણ વીજ બિલ વસૂલાતથી લઈને વીજ જાડાણ કાપવાની કાર્યવાહી ધમધમી ઉઠી હતી. આ મેગા ડ્રાઇવને મળેલી સફળતા બતાવે છે કે આગામી દિવસોમાં પીજીવીસીએલ આવી બીજી કોઈ કાર્યવાહી પણ કરી શકે છે. સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વીજ બિલના બાકી લેણા હોય તેવા લોકોના વીજ જાડાણ કાપવાની કાર્યવાહી વધુ તેજ બની શકે છે.








































