જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં ફરી ડ્રોન જાવા મળ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે, જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર શંકાસ્પદ ડ્રોનની હિલચાલ જાવા મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ગુલપુર પટ્ટાના આગળના વિસ્તારોમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શંકાસ્પદ હવાઈ ગતિવિધિ પર સુરક્ષાના પગલા તરીકે સૈનિકોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ તે વસ્તુ એલઓસી પરથી પાછળ હટી ગઈ હતી. સેનાની ટીમ ઘટનાસ્થળે રહી અને શંકાસ્પદ ડ્રોન પર નજર રાખી રહી છે.
આ દરમિયાન, સુરક્ષા દળોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં એક સરહદી ગામમાં આતંકવાદીઓના ઠેકાણા શોધી કાઢ્યા હતા અને બે ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો અને એક પિસ્તોલ સહિત શસ્ત્રો નો જથ્થો જપ્ત કર્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મેંધાર વિસ્તારના સૈલાની કસ્બાલારી ગામમાં સેના અને સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આ જપ્તી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુફાની અંદર છુપાયેલી વસ્તુઓમાં બે હેન્ડ ગ્રેનેડ અને ૨૪ પિસ્તોલ કારતૂસનો સમાવેશ થાય છે.
સેનાના ‘વ્હાઇટ નાઈટ કોર્પ્સ’ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અમારા સૂત્રો અને પોલીસ પાસેથી મળેલી ગુપ્ત માહિતીના આધારે, વ્હાઇટ નાઈટ કોર્પ્સ અને ર્જીંય્ પૂંછના સૈનિકોએ ગની જંગલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.” તેમાં ઉમેર્યું હતું કે, “ઓપરેશન દરમિયાન હાથ ધરવામાં આવેલી વિગતવાર શોધ દરમિયાન, એક મોટો આઇઇડી (૪.૫ કિલો), એક નાનો આઇઇડી (૮૦૦ ગ્રામ), બે ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ, એક ૯ એમએમ પિસ્તોલ, બે ૯ એમએમ કારતૂસ અને ૨૨ ૭.૬૨ એમએમ કારતૂસ સ્થળ પરથી મળી આવ્યા હતા.”









































