આજનું બાળ આવતીકાલનું ભવિષ્ય છે.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સૌને અંતરની શુભકામના. વસંતની જેમ બોર્ડ પરીક્ષાના આગમન થઈ રહ્યું છે ત્યારે ગુજરાત બોર્ડના નામાંકન થયેલા તમામ વિદ્યાર્થીઓને હૃદયથી શુભેચ્છા પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો જીવનના ડગલે અને પગલે અનેક પરીક્ષાઓ આવશે.આપ મક્કમ મને તેનો સામનો કરતા શીખી લઈએ. જાહેર જીવનમાં સ્પર્ધાત્મક વાતાવરણ કેળવવા માટે પરીક્ષાએ સફળતા તરફ જવાનો એક માર્ગ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આખા દેશના રાજ્યો માટે પ્રેરણા સ્વરૂપ અલાયદુ આયોજન અને અમલીકરણ કરવામાં શ્રેષ્ઠ રાજ્ય ગુજરાત છે.ધોરણ ૧૦ના વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ જાહેર બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે તેમને બોર્ડ દ્વારા અન્ય સોશિયલ માધ્યમો થકી તેમજ શાળાઓ દ્વારા પરીક્ષા વખતે શું શું કાળજી રાખવી તે બાબતે અમૂલ્ય માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે વર્ષ દરમિયાન જે અભ્યાસક્રમ ભણ્યા છો તેમાંથી જ બોર્ડ પેપર આવવાનું છે એટલે કોઈ ભય કે તનાવ રાખવાની જરૂર નથી.વર્ષ દરમિયાન આયોજન બદ્ધ તૈયારી અને બોર્ડના પરીરૂપ મુજબ બેલેન્સ પેપર આવવાનું હોય ત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર ખરી?
વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ રીસીપ્ટ તમને મળી ગઈ હશે તેની બે ઝેરોક્ષ કાઢી ઘરે માતાને પિતાને સાચવવા આપી રાખવાની જે બિલ્ડિંગમાં આપનો નંબર આવ્યો હોય ત્યાં સમયસર પહોંચીને તે પાટલીની આજુબાજુ કોઈ સાહિત્ય અથવા તો ચિઠ્ઠી કે કાગળ પડ્‌યો નથી તેની તકેદારી રાખીએ. બેંચ ઉપર બેસ્યા પછી બિનજરૂરી ખોટા વિચારો કર્યા વગર ઊંડા શ્વાસ અને પ્રભુ સ્મરણ કરીને પોઝિટિવ વિચારો થકી મનને આત્મવિશ્વાસથી મજબૂત રાખી હકારાત્મક ભાવ સાથે પેપર આવે ત્યારે બે વખત વાંચવું. કદાચ પહેલો પ્રશ્ન વાંચવાથી જ નથી આવડતો તો બીજા ૫૩ પ્રશ્નો છે. એવા ભાવ સાથે નકારાત્મક વિચારો લાવ્યા વગર જે આવડે છે તે વિભાગ પ્રમાણે લખવા માટે કોશિશ કરીએ. તમે મહેનત કરી છે એટલે તમને આવડશે જ એવા ભાવ સાથે મા સરસ્વતીની વંદના કરીને લેખન કાર્ય ખૂબ સારી રીતે ડાયરેક્ટ જવાબ લખવાનો શરૂ કરીએ.
રીસીપ્ટમાં ખંડ નિરીક્ષકની સહી, બારકોડ સ્ટીકર નંબર અને સપ્લીમેન્ટરી ઉપર તમામ વિગતો ખૂબ શાંતિથી ચોકસાઇ રાખીને ભરીએ. ખંડ નિરીક્ષકોને સૂચના છે કે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને તમામ વિગત ભરી આપવા પ્રયત્ન કરવો. બારકોડ સ્ટીકર તો ખંડ નિરીક્ષકે જ લગાવવા જોઈએ. પત્રક એકની અંદર બેઠક વ્યવસ્થા પ્રમાણે નંબર સામે વિદ્યાર્થીની સહી કરાવવાનું કાળજીપૂર્વક કાર્ય કરાવીએ.જેથી કોઈ સમસ્યા ના થાય. વિદ્યાર્થીને કદાચ લખતા ભૂલ થઈ હોય તો વર્ગની અંદર તેને કડક શબ્દોમાં ખખરાવવાની જગ્યાએ ધીમે રહીને સુધારી આપવા કોશિશ કરજો. તમારો આક્રોશ કદાચ વિદ્યાર્થીના માનસ ઉપર વિપરીત અસર કરે તે પૂર્વે મગજ શાંત રાખી અને જે પરિસ્થિતિ થઈ છે તેને વાળવા કોશિશ કરીએ. તનાવમાં બાળક ન આવે તે ખાસ ધ્યાન રાખવાની બાબત છે. સ્થળ સંચાલકોને વિનંતી કે બાળક કદાચ ટ્રાફિક કે સાધન ન મળવાથી લેટ આવે તો પ્રવેશ આપવો. આવી સૂચનાને આપણે વળગી રહીએ નહીં ક્યારેક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી રોજ કામ કરવાની સત્તા બોર્ડે આપી જ છે.તો વિદ્યાર્થીના હિતાર્થે નિર્ણય લઈને તેને બેસવા દેવા નમ્ર વિનંતી છે.પરીક્ષાના સમયગાળા દરમિયાન વિવેક અને સૂઝબૂઝ હોવી જોઈએ.
આપણે બધા મિલેટ્રીમાં નોકરી નથી કરતા. જીવંત બાળકોના સર્જનમાં કાર્ય કરવાનું સદભાગ્ય મળ્યું છે ત્યારે વિદ્યાર્થીના હિતાર્થે નિર્ણય લઈએ.સમયસર પેપર મળે, વિદ્યાર્થીઓ વિભાગ પ્રમાણે પેપર લખે અને કોઈ પણ સમસ્યા હોય તેનું સમાધાન વિદ્યાર્થીના હિતાર્થે આવે તે જરૂરી છે.બોર્ડ પરીક્ષાના સમયગાળા દરમિયાન સપ્લીમેન્ટરીમાં મુદ્દાસર સીધો જવાબ લખે.બિનજરૂરી લીટીઓ અથવા કાગળ છોડીને લખવાથી સારા ગુણાંકન આવવાના નથી. પરંતુ મુદ્દાસર માગ્યા પ્રમાણે સાચા સરળ ભાષામાં લખવાથી સારા ગુણાંકન આવવાની ખૂબ શક્યતા રહેલી છે. વાદળી પેનનો ઉપયોગ કરીએ.પેપર પૂર્ણ થઈ ગયા પછી રીસીપ્ટ ભૂલી ના જવાય તેની તકેદારી રાખીએ. કદાચ કોઈ બાળક રીસીપ્ટ ભૂલી ગયો હોય તો સ્થળ સંચાલકે તેને ઘરે મોકલવાનો નથી. આજુબાજુના સ્કૂલના આચાર્યના સંપર્કમાં રહીને તેને બેસાડવાનો છે અને બાળકને હુંફ પણ હવા આપવી એનો આત્મવિશ્વાસ મજબૂત બને તેવી હકારાત્મક જ વાતો કરવી.બાળક છે તો આપણે છીએ.આવી રાજ્યના તમામ આચાર્ય અને શિક્ષકમાં આ બાબત ઘર કરી જવી જોઈએ. તો જ આપણે સાચા શિક્ષણના માણસો છીએ તેવું હું સમજુ છું.
બાળકો ઘણી વખતે ગભરાઈ જતા હોય છે તે સમયે સ્થળ સંચાલકે અથવા તો ખંડ નિરીક્ષકે બાળકને સુપરવિઝનના સમયગાળા દરમિયાન આત્મવિશ્વાસ મજબૂત બને તેવા ભાવ સાથે આપણું સુપરવિઝન હોવું જોઈએ. કેટલાક સુપરવિઝન કરતા ખંડ નિરીક્ષકો
પોલીસવાળાની જેમ ગુસ્સામાં અને કડક રહેતા હોય છે. ભાઈ બાળકો છે એમની સાથે હસતા અને આનંદિત સ્વરૂપે વ્યક્ત થઈ એ તો જ વર્ગ અસરકારક દેખાશે.
બાળકોને પ્રથમ દિવસે આવકાર્યએ ડરામણી વાળી શિખામણ કોઈ દિવસ આપીએ નહીં.તમારી પરીક્ષા ખૂબ સારી રીતે જાય અને આપ દેશના બૌદ્ધિક પ્રતિભા સંપન્ન બાળકો છો તેવી શુભકામનાઓ પાઠવી.બોર્ડ પરીક્ષાના સમયગાળા દરમિયાન ભાવાવરણ અને વાતાવરણ આનંદીત હોવું જોઈએ. બાળકોમાં એક એવો ભાવ પેદા થવો જોઈએ કે હો રાજ મને લાગ્યો પરીક્ષા આપવાનો રંગપ આવી બાબતો વિદ્યાર્થીઓને પરીક્ષા્‌ના સમયગાળા દરમિયાન મજબૂત બનવાની રાહ બતાવશે.
વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષાના સમયગાળા દરમિયાન સમયસર વાંચન, લેખન અને ઊંઘ લેવી જરૂરી છે. બિનજરૂરી માતા-પિતા સલાહ માર્ગદર્શન અને પ્રેરણા આપે નહીં. પેપર પૂર્ણ થઈ ગયા પછી તેનું સોલ્યુશન કરવાની કોઈ જરૂર નથી. આગલા પેપર માટે તૈયારી કરીએ. જે તૈયાર કર્યું છે તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરીએ. બિનજરૂરી ઉજાગરા તેમજ કેવું ગયું કેટલા ટકા આવશે, કેટલા માર્ક આવશે આ બધું પૂછવાનું બંધ કરવાની તાતી જરૂરીયાત છે. વિદ્યાર્થીને સપોર્ટ કરીએ અને તેની સામે હકારાત્મક અને પ્રેમથી વર્તણુક દાખવીએ. બોર્ડ પરીક્ષામાં તેનો આત્મવિશ્વાસ મજબૂત કરવો તે જ સૌથી મોટી કેળવણી હશે સૌ પરીક્ષાર્થીઓને મારી અંતરની શુભેચ્છા આપ સફળ થવાના છો તેવો વિશ્વાસ છે. દુનિયાના જે મહાપુરુષોમાંથી જે પ્રેરણા મેળવીએ છીએ તેઓ તમારા કરતાં પણ નિમ્નત કક્ષાના વિદ્યાર્થીઓ હતા.પરંતુ તેમને મહેનત કરી એટલે આજે ત્યાં પહોંચ્યા છે.આપ વિદ્યાર્થીઓ પણ મહેનત કરશો તો તમારું ભવિષ્ય ઉજવળ છે. આવી પરીક્ષાઓ તો આવશે અને જશે તેમાં બેસ્ટ શું કરી શકાય તે માર્ગ શોધશો તો માર્ગ તમને મુકામ સુધી પહોંચાડશે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ અને દરેક બીટના શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા બોર્ડ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ કરવા કટિબદ્ધ છે. સારથી પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા ર્ઙ્ઘી સાહેબનો શ્રેષ્ઠ પ્રયાસ. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨