તલ: તલનાં પાનનો સુકારો (ફાઈરોપ્થોરા બ્લાઈટ) રોગના લક્ષાણો ઃ આ રોગ ફાઈટોપ્થોરા સીસેમી ફુગથી આવે છે. છોડના અવશેષો અને જમીનમાં આ રોગના જીવાણુઓ હોવાથી વધુ ભેજવાળા અને વધુ વરસાદ વાળા વર્ષોમાં વિશેષ્ જોવા મળે છે. આ રોગને ઉષ્ણતામાન રપ૦ થી ર૮૦ સેન્ટીગ્રેડ વધારે અનુકુળ આપે છે. આ ફુગની શરૂઆત નાનો છોડ હોય ત્યાર થી પાન ઉપર આછા ભુખરા પાણી પોચા ચાંઠા ઓથી થાય છે અને આ ચાંઠાઓ વધે છે. આ રોગ દાંડી અને ફુલ નાં ભાગો પર જોવા મળે છે, આ રોગની વધુ તીવ્રતા થી તલની શીંગો ચિમળાઈ જાય છે અને દાણા બેસતા નથી.
નિયંત્રણ:- • કોપર ઓકઝીકલોરાઈડ (તાંબાયુકત ફુગનાશક દવા ૦.ર ટકા) ૪૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ પ્રથમ રોગ દેખાય ત્યારે કરવો અને બીજો છંટકાવ ઝાઈનેબ અથવા મેન્કોઝેબ ર૬ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળીને ૧પ દિવસનાં અંતરે કરવો.
નિંદામણ અને આંતરખેડ: જરૂરીયાત મુજબ બે થી ત્રણ નિંદામણ અને એક થી બે આંતરખેડ કરવી. મજૂરની અછત હોય તો નિંદામણ નાશક દવા એલાકલોર ૧.૫ કિલો/હેકટર પ્રમાણે પાકની વાવણી બાદ અને ઊગ્યા પહેલા જમીન ઉપર છંટકાવ કરવો અથવા તો કવીઝાલોફોપ ઈથાઈલ ૦.૦૫ કિલો/હેકટર પ્રમાણે વાવણી બાદ ૧૫ દિવસે ઉગેલા નિંદામણ ઉપર છંટકાવ કરવો.
મગફળીઃ (૧) બીજુ પિયત ૧૮થીર૦ દિવસે, વાનસ્પતિક વૃદ્ધિ પર અંકૂશ રાખવા, (ર) ત્રીજુ અને ચોથુ પિયત ૩૦અને ૪૦ દિવસે, જમીનમાં સૂયા બેસતી વખતે (૩) મોલો/તડતડીયા/થ્રીપ્સનાં નિયંત્રણ માટે મગફળીના પાકમાં શરૂઆતના તબકકામાં મોલોમશી, તડતડીયા(જેસીડ), થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થતો હોયછે. આના નિયંત્રણ કરવા માટે નીચેના પૈકી કોઈ પણ એક જંતુનાશક દવાનો છંટકાવ કરવો;
૪ મગફળી પાકમાં સમયસર નિંદામણ ન કરવામાં આવેતો ર૦થી૪પ % સુધીનો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે. મગફળીના પાકને પ્રથમ ૪પ દિવસ નિંદામણ મુકત રાખવો ખૂબજ જરુરી છે. ટીકકા તથા ગેરુ રોગના નિયંત્રણ માટે ડાયથેન-એમ-૪પ, રપ ગ્રામ અથવા બાવીસ્ટીન પ ગ્રામ દવા વારા-ફરતી ૩૦, પ૦ અને ૭પ દિવસે ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અથવા કલોરોથેલોનીલ રપ ગ્રામ અથવા હેકઝાકોનેઝોલ પ મિ.લિ. દવા ૧૦ લીટર પાણીમા છાંટવું.
પંચરંગિયો (અડદ, ચોળા)રોગના લક્ષાણો: છોડના પાન પર મોટા પહોળા, આછા લીલાથી ઘેરા લીલા રંગના ધાબા જોવા મળે છે. રોગવાળુ પાન દાઝયાના ફોલા પડયા હોય તેમ ઉપસી ગયેલ જોવા મળે છે. છોડની વૃધ્ધિ અટકી જાય છે.
પીળો પંચરંગિયો(મગ) રોગના લક્ષાણો: રોગિષ્ટ પાન પર ચળકતા પીળા રંગના ડાઘા જોવા મળે છે. કુમળા પાન સંપૂર્ણ પીળા પડી જાય છે. પાનનો લીલો ભાગ સહેજ ઉપસેલો જણાય છે.
મગ: • રાજયના ઉનાળુ ઋતુમાં મગ ઉગાડતા ખેડૂતો માટે ગુજરાત મગ કે-૮૫૧ મગ ૩ .૪ અને ૧૦ નું વાવેતર કરવું રાસાયણિક ખાતર ર૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા ફોસ્ફરસ પ્રતિ હેકટરે આ માટે હેકટરે ૮૮ કિલો ડી. એ. પી.(વિઘે રર કિલો) આપવાથી બંને જરૂરી તત્વો મળી રહે છે. નાઈટ્રોજન અને ફોસ્ફરસની લભ્યતા વધારવા માટે બીજને અનુક્રમે રાઈઝોબીમ અને ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેકટેરીયા (પી..એસ.બી.) કલ્ચરની માવજત આપવામાં આવે તો લાભ થાય છે. પાયામાં જમીનમાં ગંધકની ઉણ૫ હોય તો ર૦ કિલો/ હે. ગંધક આ૫વું
ચોળી: જી.એફ.સી.-૧, જી.એફ.સી.-ર, જી.એફ.સી.-૩, જી.એફ.સી.-૪ અને ઈસી-૪ર૧૬ જાતનું વાવેતર કરવું
પપૈયાઃ
• થડનો કોહાવારો પપૈયાના પાકમાં જમીનની નિતારશકિત વધારવાથી થડનો કહોવારો (કોલર રોટ) રોગની તિવ્રતા ઘટે છે. પપૈયા અને તુવેરના પાકમાં છોડના થડ અને જમીન ભીંજાય તે રીતે કોપર ઓકઝીકલોરાઈડ (૩૦ ગ્રામ / ૧૦ લિટર પાણી)નું દ્રાવણ ડ્રેન્ચિંગ કરવાથી રોગનું નિયંત્રણ થાય છે.
• ઉનાળુ મગફળી માં ૧૯-૧૯-૧૯ % ના-ફો-પો વાવેતર બાદ ૪પ અને ૬૦ દિવસે છંટકાવ કરવો.
નિદામણ ઓછું કરવા માટે
• નિંદણમુકત, શુધ્ધ અને પ્રમાણીત બીજનો વાવણી માટે ઉપયોગ કરવો.
• સંપૂર્ણ કોહવાયેલું છાણીયુ/કમ્પોસ્ટ ખાતરનો જ ઉપયોગ કરવો
• પશુઓને નિંદણના બીજથી મુકત લીલો કે સુકો ચારો નાખવો.
• જાનવરોને નિંદણવાળા ચરીયાણ વિસ્તારમાંથી ખેતી લાયક વિસ્તારમાં પ્રવેશતા અટકાવવા.
• જાનવરોને પાકટ નિંદણોવાળા વિસ્તારમાં ચરાવવા નહીં.
• ખેત ઓજારોને નિંદણોના બીજથી મુકત રાખવા અને ઉપયોગ કર્યા પછી સાફ કરવા.
• પિયતની નીકો, ઢાળીયા, પાળીયા, નહેર, ખેતરના ખુણાં, વાડ, શેઢા વગેરે નિંદણોથી મુકત રાખવા.
• ખળાની તથા તેની આજુબાજુની જગ્યા નિંદણમુકત રાખવી.
• ફેરરોપણી સમયે નિંદણોના છોડ કાળજીપૂર્વક દૂર કરવા.
• નિંદણોના બીજવાળી માટીનું બીજી ખેડાણવાળી જમીનમાં સ્થળાંતર કરવુ નહીં.
• નિંદણને બીજ બેસતાં પહેલાં કાપી કે બાળી નાખવા.
નીંદણનાશક દવા છાંટતી વખતે શું કાળજી રાખવી ?
• દવા ખરીદતી વખતે તેની અવધી (એકસપાઈરી ડેઈટ)ની ચોકસાઈ કરી લેવી.
• ભલામણ કરેલ દવાનો જ જે તે પાકમાં ઉ૫યોગ કરવો.
• ભલામણ કરેલ સમયે જ અને તેટલી જ માત્રામાં દવાનો ઉ૫યોગ કરવો.
• વધુ ૫ડતો કે તોફાની ૫વન હોય ત્યારે છંટકાવ કરવો નહીં.
• એકસરખા છંટકાવ માટે ફલેટ ફેન અથવા ફલડ જેટ નોજલનો ઉ૫યોગ કરવો.
• દવા છાંટનારે હાથમાં મોજા કે અન્ય રક્ષણાત્મીક વસ્ત્ર ૫હેરવા.
• નીંદણનાશક દવા માટે અલગ પં૫ રાખવો.
• સતત એક જ પ્રકારની દવાનો વારંવાર ઉ૫યોગ ન કરવો.
ખેતપેદાશોના વેચાણ માટે ધ્યાનમાં રાખવાના મુદાઃ
• ખેડુતોએ બજારની સ્પર્ધામાં ટકી રહેવા અને ભાવની સોદાબાજીમાં પ્રભુત્વ મેળવવા માટે સહકારી મંડળી અને ખેડૂત ઉત્પાદક સંગઠનો દ્વારા એક જૂથ થઈને ઉત્પાદનોનું વેચાણ કરવું જોઈએ.
• ખેડૂતોએ વધુ ભાવ મેળવવા ડાયરેક્ટ માર્કેટિંગ (અંતિમ ગ્રાહકોને સીધે સીધું વેચાણ) અપનાવવું જોઈએ. જે અંતર્ગત ફળ-શાકભાજી, અનાજ અને કઠોળને ખેડૂત મંડી, યુ-પીક માર્કેટ, ખેતર નજીક પસાર થતા મુખ્ય ચાર રસ્તા પાસે સ્ટેન્ડબનાવી, હોટલો, વગેરે વેચાણ કરવું જોઈએ.
• કરાર આધારિત ખેતી પધ્ધતી અપનાવી, અગાઉથી જ નક્કી કરેલા ભાવે ઉત્પાદક કંપની, વેપારી તથા નિકાસકારોને વેચાણ કરવું જોઈએ.
• સરકારશ્રી દ્વારા હાલમાં ખેડૂત લાભાર્થે શરુ થયેલ ‘ઈ-નામ’ કે જે ખેત પેદાશોના ખરીદ વેચાણ માટેનું ઈલેક્ટ્રોનિક મંચ છે તેની તાલીમ લઇ અને કાર્યપધ્ધતિ સમજાવી જોઈએ. ‘ઈ-નામ’ દ્વારા ખેડૂત મિત્રો ઘરે બેઠા સમગ્ર દેશના બજારનાં ભાવ જાણીને પારદર્શક રીતે ખેત પેદાશોનું વેચાણ કરી શકે છે.
• નાના અને સીમાંત ખેડૂતોએ પોતાની ખેત પેદાશોને એક સાથે અને સામુહિક જથ્થામાં નજીકના બજારમાં વેચાણઅર્થે જવું જોઈએ જેથી વેચાણને લાગતો ખર્ચ પણ ઓછો કરી શકાય અને વધારે નફો મેળવી શકાય.
ક્રમ જંતુનાશક દવાનું નામ જંતુનાશકદવાનો જરૂરી જથ્થો (૧૦લિટરપાણીમાં)
અ ઈમીડાકલોપ્રીડ૧૭.પએસ.એલ. ૪મિ.લિ.
બ એસીટામીપ્રીડર૦એસ.પી. ૩ગ્રામ
ક થાયોમેથોકઝામરપડબલ્યુ. જી. ૩ગ્રામ













































