દાખલા તરીકેઃ
અચ્છા, જેની સાથે આ વાત થઈ રહી છે એ બેન હાજર નથી અને ફ્લેશબેકમાં પણ કંઈ બોલતા નથી! એવું લાગે કે આ ભાઈ સો સાલ સે, સો સાલ સે કરતાં કરતાં બીજા ૧૦૦ સાલ કાઢી નાખશે, તોય પેલા બેન કંઈ બોલશે નહીં. બોલી શકે એમ જ નથી, બોલવા જેવું કંઈ રહ્યું નથી.
પ્રેમમાં પડે એટલે માણસ ક્રિમિનલ હોય તો પણ કવિ તો બની જ જતો હોય છે અને કવિ બને એટલે માણસને ગણિતમાં અને વ્યાકરણમાં લોચા મારવાનો અધિકાર ઓટોમેટીક મળી જતો હોય છે. આ ભાઈ માત્ર ગણિતમાં જ નહીં વ્યાકરણમાં પણ આવું કહીને (અરિજિત સિંગના અવાજમાં ગાઇને) લોચા મારે છેઃ
‘તેરે બારેમે સોચ સોચ કર’ને બદલે સીધું જ કહે છે કે “તુઝે સોચ કર” – તને વિચારીને. જોકે વ્યાકરણ વાળાઓ કરતાં સાહિત્ય વાળાઓ આ શબ્દ પ્રયોગને “ક્રિમિનલ” ન ગણે પણ ક્રિએટિવ ગણે. વિશાલ ભારદ્વાજ અને ગુલઝારે એમની ક્રિએટિવિટી એટલી મસ્ત રીતે કામે લગાડી છે કે આ ભાઈને બધી જ રીતે ડિસ્ટ્રિક્ટિવ અને ડિસ્ટ્રિક્ટેડ બનાવી દીધો છે. આ ભાઈ (શાહિદ કપૂર)ને તાવ આવે તો પણ તે પ્રેમનો તાવ એટલે કે “ઇશ્ક કા ફીવર” આવે છે. અરિજિત સિંઘના અવાજવાળા વધુ એક ગીતમાં આ ભાઈ કહે છેઃ
આ એની ઉલઝન છે કે ધમકી છે એ પણ ખબર પડતી નથી. એને કે આપણને કંઈ જ ખબર પડતી નથી. એ પૂછે છેઃ
ફિલ્મમાં એક ટાઈટલ ગીત પણ છે જેમાં ‘‘ઓ રોમિયો ઓ રોમિયો ઓ રોમિયો’’ થયા કરે છે. આપણને અરિજિત સિંગના અવાજમાં આ ગીત સાંભળવાની પણ મજા આવે છે. ગીતમાં રોમિયોના જીવનના સિદ્ધાંતો રજુ થયા છેઃ
આના પરથી એવું સમજાય છે કે રોમિયો એ માત્ર ક્રિમિનલ કે પ્રેમનો જ વિદ્વાન નથી તે એક મોટો ફિલોસોફર પણ છે ! હશે ભ’ઈ, હોય હવે !
ઓ રોમિયોના તમામ ગીતો તમામ એન્ગલથી જોરદારના પેટના બન્યા છે. સિગરેટ અથવા તો દારૂના પેગ સાથે પોતપોતાના દર્દને મસ્તીભર્યા એકાંતમાં વાગોળી રહેલા યુવાનોને કાનમાં ઈયર બડ ખુશીને શાંતિથી સાંભળવા ગમે એવા ગીતો પણ આ છે અને ડાન્સ પાર્ટીમાં કે ગરબામાં નાચતા નાચતા ગાવા ગમે એવા ગીતો પણ આ છે. (બીડી જલાઈ લે, ભારદ્વાજ, ગુલઝાર !) ગીતો ભારતભરમાં ધૂમ મચાવી રહ્યા છે એનું એક જ કારણ છે – ગુલઝાર અને વિશાલ ભારદ્વાજે મળીને રોમિયોને સુખ અને દુઃખ બંનેથી બરાબરનો ધોકાવ્યો છે. ઓ રોમિયો!









































