જાફરાબાદના દરિયા કિનારે આવેલ પર્યટન સ્થળ સરકેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીના પાવન દિવસે વઢેરા-બલાણા ગ્રામજનો દ્વારા બરફની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભગવાન શિવ, માતા પાર્વતી, શ્રી ગણેશજી અને કાર્તિકેયની બરફમાંથી મૂર્તિઓ બનાવી ‘બરફીલા બાબા’ની ભવ્ય પૂજા કરવામાં આવી હતી. ઉપરાંત ભક્તો માટે ભાંગ પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જાફરાબાદના વિવિધ શિવાલયો ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. આ મંદિર અતિ પૌરાણિક અને સ્વયંભૂ પ્રગટ થયેલ મહાદેવનું મંદિર હોવાનું માનવામાં આવે છે.