નામિબિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ઈશાને ૨૪ બોલમાં ધમાકેદાર ૬૧ રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ ૨૮ બોલમાં ૫૨ રન બનાવ્યા હતા અને બે વિકેટ પણ લીધી હતી. આ દરમિયાન, નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે તે ભારતીય ખેલાડીનું નામ આપ્યું જેણે તેની ટીમની કમર તોડી નાખી હતી. આ મેચમાં નામિબિયાને ૯૩ રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ પછી, કેપ્ટન ઇરાસ્મસે કહ્યું, “વરુણ ચક્રવર્તીએ અમારી કમર તોડી નાખી. વરુણ ચક્રવર્તીએ ૨ ઓવરમાં ૭ રન આપ્યા અને ૩ વિકેટ લીધી.”
મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં, નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે કહ્યું, “તમે જાણો છો, આ ખૂબ જ નાનું મેદાન છે. કદાચ ઝાકળને કારણે, સ્પિનરોને પ્રથમ ઇનિંગની છેલ્લી ઓવરોમાં બોલિંગ કરવામાં મુશ્કેલી પડી. અમને ખરેખર લાગ્યું કે ૨૬ ઓવરના ક્રિકેટ પછી અમારી પાસે જીતવાની તક છે. પરંતુ કમનસીબે, વરુણના તે સ્પેલથી અમારી કમર તોડી નાખી.”
નામિબિયાની ડેથ બોલિંગ સારી હતી, છેલ્લી ચાર ઓવરમાં માત્ર ૨૫ રન આપ્યા. તેમની ડેથ બોલિંગ અંગે, નામિબિયાના કેપ્ટને કહ્યું, “હા, મને લાગે છે કે સ્મિત નો ડેથ ઓવર સ્પેલ પણ સારો હતો. જાકે, પાવરપ્લે પછી અમે ઘણા બધા રન આપ્યા. મને લાગે છે કે અમે અમારી ટીમમાં આ પ્રકારની વિશેષતા ઇચ્છીએ છીએ. એક ટીમ તરીકે, અમે આગામી મેચોમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ.”
યુએસએ સામેની આગામી મેચ અંગે, તેમણે કહ્યું, “મને લાગે છે કે ચેન્નાઈમાં ધીમી સ્થિતિ અમારા માટે યોગ્ય હોઈ શકે છે. અમારા ખેલાડીઓમાં વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે. મને નથી લાગતું કે અમે હાલમાં ૧૦૦% પર રમી રહ્યા છીએ. તેથી અમે એવું જાવા માંગીએ છીએ. અમારી બેટિંગમાં ઘણી ફાયરપાવર છે, પરંતુ અમે તે ફાયરપાવર દર્શાવવા માટે જરૂરી ડિલિવરી રમી શક્યા નથી.” ભારત સામેની મેચમાં, નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે શાનદાર બોલિંગ કરી, ચાર ઓવરમાં ૨૦ રન આપીને ચાર વિકેટ લીધી, જેમાં એક ઓવરમાં ત્રણ વિકેટનો સમાવેશ થાય છે.















































