રાજુલાના ખારી ગામે સુરાપુરા દાદાને ચડાવેલા ચાંદીના છતરની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે મધુભાઈ એભલભાઈ બુધેલા (ઉ.વ.૪૨)એ અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તા.૨૯/૦૧/૨૬ના સાંજના આશરે સાતેક વાગ્યાથી તા.૧૦/૦૨/૨૦૨૬ના સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં ખારી ગામમાં આવેલ સુરાપુરા દાદાની ડેરીમાં સુરાપુરા દાદાને ચડાવેલ ચાંદીના છતર આશરે ૧૨૦ જેની કિં.રૂ.૪૭,૦૦૦ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.