શહેરના માં વિધવા મહિલાના પતિના બે મિત્રોએ લોન અપાવવાના બહાને ડોક્્યુમેન્ટ લઈને તેનો ખોટો ઉપયોગ કરીને એક્સેસ ખરીદીને હપ્તા ભર્યા ન હતા. જ્યારે રિકવરી એજન્ટ મહિલાના ઘરે ઉઘરાણી માટે આવ્યા ત્યારે ભાંડો ફૂટ્યો હતો. અગાઉ પણ ગઠિયાએ ડોકુમેન્ત  પર લોન કરાવી બારોબાર રૂપિયા ચાઉં કર્યા હતા. આ અંગે મહિલાએ બંને ગઠિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવને લઈને જા વિગતવાર વાત કરીએ તો, વ†ાલમાં ૫૨ વર્ષીય આશાબેન જૈન પરિવાર સાથે રહે છે. તેમના પતિ વર્ષ ૨૦૧૬માં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જેમાં તેમના પતિના બે મિત્રો જફરખાન પઠાણ અને ઇમ્તયાઝ રંગરેજ અવારનવાર ઘરે આવતા હોવાથી આશાબેન તેમને ઓળખતા હતા.
પતિના અવસાન બાદ આશાબેનને રૂપિયાની જરૂર પડતા જફરખાનને જાણ કરી હતી. ત્યારે જફરખાને મોર્ગેજ લોન અને પુત્રની આત્મનિર્ભર લોન રૂ. ૧૪ લાખની કરાવી જફરખાને વાપરી નાખી હતી. જેમાં આશાબેને જફરખાન સહિત આઠ લોકો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલુ છે. જ્યારે વર્ષ ૨૦૨૧માં આશાબેનના ઘરે રિકવરી એજન્ટ એક્સેસ ટુ-વ્હીલરના હપ્તાની ઉઘરાણી માટે આવ્યા હતા. પરંતુ આશાબેન કે તેમના પતિએ કોઈ એક્સેસની ખરીદી કરી ન હતી. તપાસ કરતા બંને ગઠિયાઓએ ડોક્યુંમેન્ત  ખોટો ઉપયોગ કરીને બંનેએ એક્સેસ ખરીદીને હપ્તા ભર્યા ન હતા. જેથી મહિલા ઇમ્તયાઝને મળવા જતા તેને ઝઘડો કરીને ગાડી માટે આવવું નહિ કહીને મહિલાને કાઢી મૂકી હતી. આ અંગે આશાબેને પતિના બંને મિત્રો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને આ કેસમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓ અગાઉ પણ જે રીતે મહિલા સાથે છેતરપિંડી કરી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે આરોપીઓ મહિલાને ટાર્ગેટ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં રામોલ પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે..