અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તેમજ ધારાસભ્ય જે.વી. કાકડીયા અને જનકભાઈ તળાવીયાની ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકમાં જનપ્રતિનિધિઓએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓ, બાબરા જી.આઈ.ડી.સી ખાતે વિવિધ કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષણ, નવા આધારકાર્ડ બનાવવા અને આધાર અપડેટ સેવા કેન્દ્રો, ગૌચર જમીન નીમ કરવી સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. ઉપરાંત બગસરા-હામાપુર હાઈવે પર વૃક્ષોના કટીંગ, સાવરકુંડલા ચોકડી નજીક જર્જરિત પુલને લઈને વાહનો માટે ડાયવર્ઝન, મુંજીયાસર-રફાળા રોડને પહોળો કરવાની બાબત, લીલીયા ખાતે નવા બસ સ્ટેશનના બાંધકામની કામગીરીને લઈને ક્વોલિટી કામ થાય તે બાબત, રાજુલા અને વેરાવળ એસ.ટી.ની બસને નિયમિત શરૂ કરવી, કૃષિ રાહત પેકેજ વર્ષ ૨૦૨૫ અન્વયે ચૂકવણા સહિતની બાબતે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સમીક્ષા હાથ ધરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.





































