બાબરાના ચમારડી ગામેથી બદકામના ઈરાદે પરપ્રાંતિય સગીરાનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. મૂળ મધ્યપ્રદેશના અને હલ ચમારડી ગામે વાડીએ રહેતા સગીરાના પિતાએ તેમના જ રાજ્યના જાંબુઆ જિલ્લાના ખેરમાળ ગામના વિપુલ ભુરાભાઇ ગુંડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની દિકરી સગીરવયની હોય તેમ જાણતા હોવા છતા આરોપી લલચાવી-ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ આર.જી.ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.






































