રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આજે વહેલી સવારથી જ ભૂકંપના ઉપરાછાપરી આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે. માત્ર પોણા કલાકના ગાળામાં જ એક બાદ એક ત્રણ આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આજે વહેલી સવારે ૬થી ૭ વાગ્યાની વચ્ચે જેતપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. ખાસ કરીને સવારે ૬:૧૯ વાગ્યે ૩.૮ની તીવ્રતાનો જારદાર આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી ૨૮ કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના આંચકાઓને કારણે જેતપુર શહેર ઉપરાંત નીચેના ગ્રામ્ય પંથકોમાં વધુ ફફડાટ જાવા મળ્યો હતો.
જેતલસર, પેઢલા અને સરધારપુરનો સમાવેશ થાય છે. ઉપલેટાથી ૨૫ કિલોમીટર દૂર ભૂકંપના આચકા અનુભવાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૫ આચકા નોંધાયા. સતત એક જ જગ્યા ઉપર આચકા આવી રહ્યા છે. સૌથી વધુ ૩.૮ નો ભૂકંપ આજે સવારે નોંધાયો હતો. ઉપલેટામાં સ્વોર્મ્સ એકટીવિટી થઈ રહી છે. ઉપલેટામાં આ એકટીવિટીને કારણે ૧૫ ભૂકંપના આચકા અનુભવાયા છે. ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં ૧૫ આચકા નોંધાયા છે. ઉપલેટાથી ૨૫ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ૩.૮નો આંચકો સૌથી મોટો નોંધાયો છે. બાકીના તમામ આચકા નાના છે. ચિંતાનો કોઈ વિષય નથી. ઉપલેટાના ભૂકંપ કેન્દ્રબિંદુની આસપાસ તળાવ નદી કે અન્ય પાણી સંગ્રહ કરતા કુદરતી કે અકુદરતી તળાવને કારણે આ પ્રકારની એકટીવિટી નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ચિંતાની વાત એ છે કે આ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં જ કુલ ૧૫ વખત ધરા ધ્રૂજી છે. ગઈકાલે રાત્રે ૮:૪૩ વાગ્યે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ આજે વહેલી સવારે ઉપરાઉપરી આંચકા આવતા લોકોમાં ફાળ પડી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે લોકોમાં ભયનો માહોલ છે કે ક્્યાંક મોટો ભૂકંપ તો નહીં આવે ને?
રાહતની વાત એ છે કે અત્યાર સુધી મળતી માહિતી મુજબ, આ ભૂકંપના આંચકાઓને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. જાકે, સતત ધ્રૂજતી ધરતીને કારણે લોકો સાવચેતીના ભાગરૂપે સતર્ક થઈ ગયા છે.








































