બાજરો: ઉનાળુ ઋતુમાં સામાન્ય રીતે ચોમાસુ ઋતુમાં વવાતી અને ભલામણ કરેલ સંકર બાજરાની જાતોનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ ઉનાળુ ૠતુમાં બાજરાની વિપુલ ઉત્પાદન ક્ષમતાની શકયતાને ધ્યાનમાં લઈને, જૂનાગઢ
કૃષિ યુનિવર્સીટીના જામનગર ખાતેના, મુખ્ય બાજરા સંશોધન કેન્દ્ર દ્વારા બાજરા પાકમાં સતત ચાલતા ઘનિષ્ઠ સંશોધનના પરિણામે ઉનાળુ વાવેતર માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઈબ્રીડ જાતો જી.એચ.બી.-૭૩૨, જી.એચ. બી.-૧૧૨૯ (બાયોફોર્ટીફાઈડ જાત), જી.એચ.બી-૧૨૩૧ (બાયોફોર્ટીફાઈડ જાત) અને જી.એચ.બી.-૫૩૮ (EDV – DM)નું વાવેતર કરવું જોઈએ.
ચણાની ૨૫-૩૦ દિવસે માવજત:- • તેમાં ઉગી ગયા પછી પાકમાં ખેંચ આવે પછી પ્રથમ પિયત ૨૫ થી ૩૦ દિવસે આપવું.
• બુસ્ટીંગ ડોઝ યુરિયાનો ૧૦ કિલો /હે. સાથે કાર્બેન્ડીઝમ + મેન્કોઝેબ મિશ્રણ ૧૫૦ ગ્રામ /વીઘે સાથે ચીલેટેડ ઝીંક ૧૨ ટકા ૧૫૦ ગ્રામ/વીઘે ત્રણ કોમ્બિનેશન કરવાના છે.
• લીલી ઈયળ માટે એક વિઘા માટે એક ફેરોમેન ટ્રેપ મુકવી. ફરી અવલોકન કરતા રહેવું.
• એક્ઝાબેક્ટીન ૧૫૦૦ પીપીએમ ૬૦ એમ એલ /પંપ અથવા બીવેરીયા બાઝીયાના ૮૦ ગ્રામ/પંપ નાખી ભેજ વાળી કંડીશનમાં સાંજના સમયે છંટકાવ કરવો.
ચણામાં દૂધનો પ્રયોગ: ફૂલ આવતી વખતે તેમાં દૂધ ૨૫૦ + ૧૦૦ ગ્રામ ગોળ/ પંપ એટલે પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે વિઘે ૩ થી ૪ પંપનો છંટકાવ સાંજના સમયે કરવો. બીજો છંટકાવ ૪૫ થી ૫૦ દિવસે કરવો. દૂધમાં ૮૭% પાણી બાકીમાં મિનરલ, ફેટ ૩.૬ %, પ્રોટીન ૩.૪%, વિટામીન, કાર્બોહાઈડ્રેડ ૪.૬ % સુગર ૫ ગ્રામ, આમાં ૩૭ પ્રકારના તત્વો આવેલ છે. તેમાં કેલ્સિયમ ૧૨૦ મિ.લિ.ગ્રામ, પોટેશીયમ ૧૫૭ મિ.લિ.ગ્રામ, ફોસ્ફરસ ૯૬ મિ.લિ.ગ્રામ, મેગ્નેશિયમ ૧૧ મિ.લિ.ગ્રામ, લોહ ૨.૨ મિ.લિ.ગ્રામ, ઝીંક ૦.૫ મિ.લિ.ગ્રામ હોય છે. બઝારમાં મળતા ડબલામાં પણ પાછળ વાંચો તો આ જ તત્વો હોય છે. ગોળનું પૃથક્કરણ કરવામાં આવે તો તેમાં કાર્બોહાઈડ્રેડ, સુક્રોઝ ૭૮ ગ્રામ, ફ્રુક્ટોઝ ૭ ગ્રામ, મિનરલ, કેલ્સિયમ ૪૦ થી ૧૦૦ મિ.લિ. ગ્રામ , મેગેનીઝ ૭૦ મિ.લિ. ગ્રામ , ફોસ્ફરસ ૨૦ થી ૯૦ મિ.લિ.ગ્રામ આર્યન, પોટેશિયમ ૧૦૫૬ મિ.લિ.ગ્રામ જ્યારે રોગનું આક્રમણ, જીણી જીવાતો હોય ત્યારે આ પ્રયોગ ટાળવો.
જીરુંઃ- જીરુંનો ફ્યુઝેરિયમ વિલ્ટ એ જીરુંના પાકનો એક ગંભીર ફૂગજન્ય રોગ છે. આ રોગ ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરમ અને ફ્યુઝેરિયમ ઇક્વિસેટી નામના જંતુઓથી થાય છે. આ રોગ જીરુંંના પાકના ઉત્પાદનમાં ભારે નુકસાન પહોંચાડે છે.
ફ્યુઝેરિયમ વિલ્ટના લક્ષણોઃ ગરમીમાં છોડ અચાનક સુકાઈ જાય છે. પહેલા છોડના નીચેના પાંદડા પીળા થઈ જાય છે અને કરમાવા લાગે છે. જ્યારે ડાળી કાપવામાં આવે ત્યારે વાહિની પેશીઓમાં ભૂરા રંગના પટ્ટા દેખાય છે. અંતે છોડનો વિકાસ નબળો પડે છે. જીરામાં આવી સમસ્યાઓ ફૂગજન્ય રોગોના કારણે થાય છે. આ રોગને કારણે જીરુંનો છોડ સુકાઈ જવા લાગે છે અને ધીરે ધીરે મરી જાય છે. આ ઉપરાંત, તંદુરસ્ત છોડની ડાળીઓ પણ વળવા લાગે છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે. એક જ ખેતરમાં જીરુંના પાકનું વારંવાર વાવેતર કરવામાં આવે તો આ રોગ થવાની શક્યતા વધી જાય છે. આ માટે પાકની ફેરબદલી કરવી. જીરુંની રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રાસાયણિક નિયંત્રણ માટે થિક્લુઝામાઇડ ૧૫% + ડિફેનોકોનાઝોલ ૨૦% જીઝ્ર ૧૫૦ મિ.લિ. પ્રતિ એકર છંટકાવ કરો. છંટકાવના ૨ દિવસ પછી, અનાજને સારી રીતે ભરવા માટે, ૦ઃ૦૫૦ ૮૦૦ ગ્રામ સૂક્ષ્મ પોષકત¥વો ૨૦૦ ગ્રામ પ્રતિ એકર છંટકાવ કરો.
દાડમ: થ્રિપ્સ અથવા મોલોમસી જેવા ચૂસીયા જીવાતોનો ઉપદ્રવ હોય તેવું જણાઈ રહ્યું છે. રોગગ્રસ્ત છોડના રોગગ્રસ્ત પાંદડા કે ડોકા કાપી દૂર કરો.
વધુ નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ ટાળો કારણ કે નાઈટ્રોજનથી નવા વૃદ્ધિ પામતા પાંદડા જીવાતોને આકર્ષે છે.
જૈવિક ઉપચારઃ નીમ તેલ ૩% અથવા નીમ આધારિત દવા (Azadirachtin 1500 ppm) નો છંટકાવ કરો.
• પીળી સ્ટીકી ટ્રેપ લગાવો જેથી થ્રિપ્સ અને વ્હાઇટફ્લાય તેમા ચોંટી જાય.
રાસાયણિક નિયંત્રણઃ
• ઇમિડાક્લોપ્રિડ ૧૭,૮% SL @ ૦.૩ મિ.લિ. પ્રતિ લિટર પાણી અથવા
• થાયમેથોક્ઝામ ૨૫% WG @ ૦.૨૫ ગ્રામ પ્રતિ લિટર પાણી અથવા
• સ્પિનોસાડ ૪૫% જીઝ્ર જ્ર ૦.૩ મિ.લિ. પ્રતિ લિટર પાણીનો છંટકાવ ૧૦-૧૨ દિવસના અંતરે કરો. નાળિયેરી: સફેદ માખીના નિયંત્રણ માટે ૧૫ લિટર પાણીમાં ૫૦૦ મિ.લિ. દરિયાના પાણીનો છંટકાવ ૬ દિવસના ગાળે બે વખત કરવો.
રીંગણ: રીંગણમાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ
દર વર્ષે ખેતરમાં એકનો એક રીંગણનો પાક ન વાવી પાકની ફેરબદલી કરવી. નિયંત્રણના પગલાઃ ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવાથી જીવતોની સંખ્યા ઘટાડી શકશે.
ચેપગ્રસ્ત ડાળીઓ અને ફળો દૂર કરી એનો નાશ કરવો.
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળના ઓર્ગેનિક નિયંત્રણ માટે લીમડાના બીજના અર્કનો છંટકાવ કરવો.
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે, ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી (૬૦ મિ.લિ. પ્રતિ એકર) અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫% એસજી (૧૦૦ ગ્રામ પ્રતિ એકર) જેવા કીટનાશકોનો ઉપયોગ કરવો. રીંગણના પાકમાં સિંચાઈ નિયંત્રિત રાખો. છોડના વિકાસને વેગ આપવા માટે ખાતરોનો સંતુલિત માત્રામાં ઉપયોગ કરવો
સમસ્યાના લક્ષણોઃ ઇયળ ડાળીમાંનાના છિદ્રો બનાવે છે, જેના કારણે ડાળી સડી જાય છે. જેના કારણે પાનને પાણી ન મળતા પાંદડા કરમાવા લાગે છે. ઇયળ છિદ્રો બનાવી ફળોમાં ઘૂસી જાય છે, જેના કારણે તે સડી જાય છે અને તેમની ગુણવત્તામાં ઘટાડો થાય છે.
ઇયળને કારણે ફૂલોની કળીઓ ખરી પડે છે અને તેથી ફળો બનતા નથી.
સાવધાનીના પગલાં: ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ સામે પ્રતિરોધક રીંગણની જાતો પસંદ કરવી. ખેતરને નિંદણથી મુક્ત રાખવા અને નિયમિત પણે સાફ કરવા પ્રથમ સિંચાઈ વાવણી પછી તરત, ત્યાર બાદ ૮-૧૦ દિવસના અંતરે જીરુંર અનુસાર. વધારે પાણી નુકસાનકારક છે
નિંદામણ નિયંત્રણઃ- પ્રથમ નિંદામણ વાવણી પછી ૧૫-૨૦ દિવસે પછી ૧૦-૧૫ દિવસે એકવાર.
ખાતર વ્યવસ્થાઃ- નાઈટ્રોજન (N); ૪૦ કિગ્રા/હેકટરે
ફોસ્ફરસ (P): ૨૦ કિગ્રા/હેકટરે
પોટાશ (K): ૨૦ કિગ્રા/હેકટરે














































