અમરેલી શહેરમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. પુરઝડપે આવતા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે આગળ જઈ રહેલા બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિને જમણા પગે ફેક્ચર સહિત શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અશરફઅલી અકબરઅલી સૈયદ (ઉ.વ.૬૫)એ આર.ટી.ઓ. રજી નં.GJ-23-C-6880 મો.સા.ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી પોતાના ઘરેથી સોમનાથ મંદિર થઈને અરબવાડા મસ્જિદ તરફ પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ અમરેલીના રંગીલા પાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક અજાણ્યા મોટરસાયકલ (રજીસ્ટ્રેશન નંબરઃGJ-૨૩-C-૬૮૮૦) ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને અતિ ઝડપે ચલાવી ફરિયાદીના બાઇક સાથે ભટકાવ્યું હતું.આ અકસ્માત એટલો જોરદાર હતો કે ફરિયાદી રોડ પર પટકાયા હતા. તેમને જમણા પગે ગંભીર ફેક્ચર થયું છે, જ્યારે માથાના ભાગે, ગોઠણ પર અને શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પોલીસે બાઇક નંબરના આધારે આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.વાય. કાજી વધુ તપાસ કરી રહ્યા છે.