રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૫.૮૨ કરોડના ખર્ચે તૈયાર થનાર ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડીથી બાવાના પીપળવા અને નેશનલ હાઈવેને જોડતા રસ્તાનું (નોન પ્લાન રોડ) ખાતમુહૂર્ત અને સરખડી ખાતે નિર્માણ પામેલી ‘માયાભાઈ માસ્તર’ લાઈબ્રેરીનું લોકાર્પણ થયું હતું. ગીર સોમનાથ જિલ્લાનું છેવાડાનું આ ગામ હવે સીધું જ ભાવનગર-વેરાવળ નેશનલ હાઈવે સાથે જોડાશે. જેથી ગ્રામજનો માટે પરિવહન સુવિધા એકદમ સુગમ બનશે.









































