બાબરા તાલુકાના ચરખા ગામે ઘરની ઓસરી પાસે પાર્ક કરેલું બાઇક ચોરાઈ જતાં ચકચાર મચી છે. આ અંગે કિશનભાઈ બાબુભાઈ ઉગરેજીયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, અજાણ્યો ઈસમ ત્રણ દિવસ પહેલા તેમના ઘરની ઓસરીના પગથિયા પાસે પાર્ક કરેલું બાઇક ચોરીને ફરાર થઈ ગયો હતો. પોલીસ ચોપડે બાઇકની કિંમત ૪૦ હજાર જાહેર થઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.બી.પાનસુરિયા વધુ તપાસ કરી રહ્યા છે.