સાવરકુંડલાના શેલણા ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. આ અંગે સુરત રહેતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. અંકિતભાઈ ભીખુભાઈ ગઢાદરાએ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના શેલણા ગામે આવેલા મકાનના રૂમનું લોક તોડી કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના મળી કુલ ૪૫૦૦ રૂપિયાના મુદ્દામાલની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.








































