અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અરજદારોના મોબાઈલ, પર્સ, બાઈક સહિત ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત પરત આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસે અરજદારનો સોનાનો ચેઈન શોધી પરત કરી અરજદારના ચહેરા પર ખુશી લાવવાનું કાર્ય કર્યું છે. જાબાળ ગામના જયસુખભાઈ ભનુભાઈ ભાલાળા ગત તા.૦૮ના રોજ સાવરકુંડલા ગામે ખરીદી કરવા માટે આવેલા હતા ત્યારે અરજદારના ગળામાંથી ત્રણ તોલાનો ચેઈન પડી જતાં અરજદારે તાત્કાલીક સાવરકુંડલા ટાઉન પોલીસમાં જાણ કરી હતી. સા.કુંડલા ટાઉન પોલીસે તાત્કાલિક સીસીટીવી કેમેરા તપાસતા માત્ર ૩ કલાકમાં જ અરજદારનો રૂ.૩.પ૦ લાખનો ચેઈન શોધી આપી અરજદારને પરત કર્યો હતો. સોનાનો ચેઈન પરત મળી જતાં જયસુખભાઈ ભાલાળાએ પોલીસનો આભાર માન્યો હતો.