તરસી ધરતી, ઉંડા તળ અને ઉજ્જડ સીમ આ સ્થિતી પાણીના ઉંડા તળ અને જળ સંચય પ્રવૃત્તિના અભાવે ગુજરાતની હતી.પીવાના પાણીના બેડા ભરવા માટે કિલોમીટર દૂર જવું પડે ત્યારે ગાગર અને હાંડો પાણી આવે આ દિવસો જૂની પેઢીના વડિલોએ જાયા છે. સમય મળે તો વડિલો પાસે આ તરસ્યા અને પાણી માટે ટળવળતા જન-જીવનની જૂની વાત સાંભળવાનો પ્રયત્ન કરજા જેથી વર્તમાન સ્થિતી કેટલી સારી છે તેની કિંમત સમજાય. ગુજરાતના રાજકિય સત્તા પરિવર્તન પછી તત્કાલીક પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલે જળ સંચય અભિયાનને લોકભાગીદારીથી શરૂઆત કરાવી. અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ, દાતાઓ, ગ્રામજનોનો શ્રમ આ બધા સાથે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના શરૂ કરવામાં આવી. સરકાર અને જન ભાગીદારીથી ગુજરાતમાં હજારો ચેકડેમ નિર્માણ પામ્યા. સૂકી ધરતીના તળમાં પાણી આવ્યા અને નપાણીયા વિસ્તારોમાં ખેતી પુનઃજીવીત થઈ. સૌરાષ્ટ્રના પીવાના પાણીની સમસ્યા ભોગવતા ગામડાઓમાં નર્મદા મહિથી પીવાના પાણીની પાઈપલાઈનો નાખીને સ્વ.કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પીવાના પાણી વ્યવસ્થા ઉભી કરી. અત્યારના સમય કરતા ત્યારે ટેકનોલોજી અને મશીનરી ઓછા છતાં નેવાના પાણી મોભારે ચડાવ્યા હતા. ત્યારબાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની સરહદો સુધી પાણી પહોંચાડયું. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સુજલામ-સુકલામ યોજના અને સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી પાણી પહોંચાડવાનો યશ નરેન્દ્રભાઈ મોદીને જાય છે. જ્યાં ખેતીમાં નર્મદાના પાણી પહોંચ્યા ત્યાં શિયાળુ અને ઉનાળુ વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. આ કામ હવે આગળ ધપી રહ્યું છે. રાજકોટનું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ – હું એક એવા માણસનો પરિચય કરાવવા જઈ રહ્યો છું એ માણસ ખેતી માટે, ખેડૂત માટે, જળ માટે, સતત જનતા માટે લડે છે. જન જાગૃતિનું કામ કરે છે. અને કામ કરાવીને સફળતાનો યશ બીજાને આપે છે. એ વ્યÂક્ત છે રાજકોટના ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા. પાણીનું એક એક ટીપુ કિંમતી છે, કારણ કે દરેક ટીપામાં એક જીંદગી છે. જળ સંચય ક્ષેત્રે લોકોને જાગૃત કરવાના કામમાં જનતા અને ખેડૂતોનો સહયોગ મેળવી ચેકડેમો બનાવવા, રિપેરીંગ કરવા જેવી માનવીય પ્રવૃત્તિઓ દિલીપભાઈ સખિયા કરતા રહે છે. જેમાં સરકાર, ઉદ્યોગપતિઓ, દાતાઓ અને જનતાનો સહયોગ મળી રહે છે. દિલીપભાઈ કહે છે,‘ મનુષ્ય દેહ મળ્યો છે તો કંઈક એવું કામ કરવું છે જેનાથી પશુઓ અને પક્ષીઓ, મનુષ્યો અને ધરતીમાતાને ફાયદો થાય. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ જેટલા ચેકડેમ, કૂવા રિચાર્જ, બોર રિચાર્જ, ચેકડેમ રિપેરીંગ, માનવ નિર્મિત સરોવરો જેવા કાર્યોનો લક્ષ્ય પૂર્ણ કરવા તેમજ જન-જનને તન, મન, ધન સાથે જાડવાના ઉદ્દેશ વિશ્વ વિખ્યાત કવિ, યુગ વકતા અને કથા મર્મક્ષ ડો. કુમાર વિશ્વાસના મુખારવિંદે અભૂતપૂર્વ, અપૂર્વ વૈશ્વિક “જલકથા”નું આયોજન રાજકોટ ખાતે તા.૧પ/૧૬/૧૭ ડિસેમ્બરના રોજ સાંજના ૭થી ૧ર સુધી રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે યોજાશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટની ટીમ કહે છે, ‘દરેક સેવાભાવી પરિવારો, સંસ્થા કે ઉદ્યોગપતિઓ પોતાની જન્મભૂમિના ગામને દત્તક લઈને જળ સંચય માટે તળાવ સુધારણા, ખેત તલાવડી, ચેકડેમ, કૂવા રિચાર્જ, વૃક્ષારોપણ જેવા કામોમાં આગળ આવવું જાઈએ. ગામડાઓને તરસ મુકત બનાવો અને ધરતીને હરિયાળી બનાવો. ખેડૂતો ધન-ધાન્ય પેદા કરીને દેશને આત્ નિર્ભરથી વિકસીત દેશ બનાવવાની તાકાત ધરાવે છે.” ખરા અર્થમાં ગામડાઓ, ખેતી અને તરસી વ્યક્તિઓની તરસ તૃપ્ત કરવાની કામગીરી દિલીપભાઈ સખિયા કરી રહ્યા છે. દિલીપભાઈનો સંપર્ક નં.૯૪ર૭ર ૦૭૮૬૮ છે.

 

 

:તિખારો:
જેમ પાણીનો પ્યાલો ઢોળાયા પછી કશું જ હાથમાં આવતું નથી અને તરસ્યા રહેવું પડે છે, તેમ વ્યÂક્ત સંબંધોના ઠેકાણા બદલે તેનો વાંધો નથી કારણ કે એ તેના સંસ્કાર હોય છે. પણ રઝળીને પાછા આવે પછી એ જ જગ્યા હક્કથી માંગે
એ વાત હવે મંજૂર નથી.