રાજકારણી ક્્યારે ક્્યાં અને કેવી પલ્ટી મારે તે કહી શકાય નહી, તેનો વધુ એક પુરાવો આજે ફૈઝલ પટેલે આપી દીધો હતો. હજી તો બપોરે કોંગ્રેસ (એપી) બનાવવાની જાહેરાત કરનારા ફૈઝલ પટેલે દિવસ આથમે તે પહેલાં તો જણાવી દીધું હતું કે તેઓ નવી પાર્ટી નહીં બનાવે. ભાઈ, આટલી જલ્દી તો કોણ પોતાનું વલણ બદલે, રાજકારણી સિવાય કોઈની હિંમત છે કે આટલી જલદી પલ્ટો મારે.તેમણે જણાવ્યું હતું કે હાલમાં કોઈ નવો પક્ષ તેવો બનાવવાના નથી. હું કોંગ્રેસ પક્ષમાં જ છું. હવે તેમણે દાવો કર્યો હતો કે લોકોની ઇચ્છા શું છે તે જાણવા પોસ્ટ મૂકી હતી. સમર્થકોના મને ખૂબ જ સારા અભિપ્રાય મળશે. પક્ષમાં હોદ્દા માટે જે પણ નિર્ણય હશે તે હાઈકમાન્ડ નક્કી કરશે. છતાં મારા કાર્યકરો નારાજ છે એટલે હું તેમનો અવાજ બન્યો છું.આ પહેલા ફૈઝલ પટેલે બપોરે પોસ્ટ મૂકી ત્યારે જણાવ્યું હતું કે તેમને નવા પક્ષની રચનામાં તેમની બહેન મુમતાઝનો સહકાર મળશે, કદાચ તેમને વિશ્વાસ હતો કે તેમની બહેન મુમતાઝ જે પોતે પણ જાણીતી રાજકીય આગેવાન છે તે સહકાર આપશે, પરંતુ તેવું થયું નહીં. મુમતાઝ પટેલે સ્પષ્ટ જણાવી દીધું હતું કે નવો પક્ષ રચવાનો વિચાર ફૈઝલ પટેલનો વ્યક્તિગત વિચાર હોઈ શકે છે. તેમની આ મુદ્દે મારી સાથે કોઈ ચર્ચા પણ થઈ નથી. મને તેમાં કોઈ રસ પણ નથી. તેમને આ દિશામાં એકલા આગળ વધવું હોય તો તેમની ઇચ્છા હોઈ શકે છે. બાકી નવા પક્ષના વિચારની સાથે હું કોઈ રીતે જાડાયેલી નથી.મુમતાઝ પટેલના નિવેદનના પગલે જ ફૈઝલ પટેલની વ્યાપક બેઝ બનાવવાની ઇચ્છા બર આવી ન હતી. હવે જા ઘરમાંથી જ ટેકો ન મળે તો પછી તો ફૈઝલ પટેલ બહારથી ટેકાની આશા પણ ક્્યાંથી રાખે. આના પગલે તેમણે નવા રાજકીય પક્ષનો ઉદય થાય તે પહેલાં જ અસ્ત કરી દેવાનું મુનાસિબ સમજ્યુ હતુ. રાત સુધીમાં તો તેમના નવા રાજકીય પક્ષના વિચારના પણ બિસ્તરા પોટલા સમેટાઈ ગયા હતા અને તેમણે કોંગ્રેસમાં જ રહેવાની જાહેરાત કરી દીધી હતી. આમ પણ બાપાએ પક્ષમાં કરેલી મહેનત કંઈ કોઈ થોડું એળે જવા દે. આશ્ચર્યની વાત એ છે કે આખા દિવસ દરમિયાન કોંગ્રેસે આ મુદ્દે કોઈ ફોડ પાડ્યો ન હતો, પરંતુ પડદા પાછળ ઘણી બધી રમત તથા સામ,દામ, દંડ અને ભેદ સહિતના રાજકીય ઉપાયો અજમાવીને ફૈઝલ પટેલને શાંત પાડી દેવામાં આવ્યા હોવાનું રાજકીય સમીક્ષકો કહે છે.