અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા બાળકોની સમજણ શક્તિમાં વિકાસ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે. અમરેલી જિલ્લાની મોટાભાગની શાળઓમાં પોલીસ દ્વારા બાળકોને મિશન સ્માઈલ અંતર્ગત ‘બેડ ટચ ગુડ ટચ’ વિશે સમજણ આપી હતી. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે બગસરામાં આવેલી આલ્ફા સ્કૂલની મુલાકાત લીધી હતી. જયાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે મિશન સ્માઈલ અંતર્ગત આલ્ફા સ્કૂલના બાળકોને ‘ બેડ ટચ ગુડ ટચ ’ વિશે સમજણ આપી હતી. ખાસ કરીને અબુધ ગણાતા બાળકોને કોઈ સ્પર્શ કરે તો તેમને ખ્યાલ આવવો જોઈએ કે આ ‘બેડ ટચ છે કે ગુડ ટચ ’ અને જયારે કોઈ અયોગ્ય રીતે સ્પર્શ કરે ત્યારે વાલીઓ આ બાબતે પોલીસને જાણ કરે તે પણ જરૂરી છે.