રાજુલાની એચ.બી. સંઘવી મહિલા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ, એન.એસ.એસ. યુનિટ-૧ તથા એન.એસ.એસ. યુનિટ -૨ના સ્વયંસેવિકા બહેનોએ આજે થોરડીની આર.એમ. ઝવેરી લોક વિદ્યા મંદિર અંધશાળા ખાતે એક દિવસીય મુલાકાત લીધી હતી. શાળાના પ્રિન્સિપાલ હિતેશભાઈ દેસાઈ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આરતીબેન જોશીએ સંસ્થાનો પરિચય આપેલ. શિક્ષક સંજયભાઈ પંડ્યાએ સંસ્થાની વિવિધ કાર્ય પ્રવૃત્તિથી માહિતગાર કરેલ. જેમાં ગૌશાળાની મુલાકાત, વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ તથા ગોબર ગેસ પ્લાન્ટની મુલાકાત કરાવેલ જે બહેનો માટે પ્રેરણાદાયી બની રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ડો. રીટાબેન રાવળ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ તકે કેમ્પસ ડાયરેક્ટર ડો.જીગ્નેશભાઈ વાજા, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસે અભિનંદન પાઠવ્યા હતા.







































